Tuesday, April 30, 2024
Homeવડોદરા : હર્ષદત્ત પંડ્યાને અમેરિકામાં આઉટ સ્ટેન્ડિંગ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટનો એવોર્ડ એનાયત
Array

વડોદરા : હર્ષદત્ત પંડ્યાને અમેરિકામાં આઉટ સ્ટેન્ડિંગ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટનો એવોર્ડ એનાયત

- Advertisement -

મૂળ વડોદરાના અને હાલ અમેરિકાની ન્યુજર્સીની રોવન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હર્ષદત્ત પંડ્યાને રોવન યુનિવર્સિટી એ 26 એપ્રિલ ના રોજ આઉટ સ્ટેન્ડિંગ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઓવોર્ડ એનાયત કર્યો છે. વડોદરા ની એમ.એસ.યુનિવર્સિટી ના અધ્યાપક મંડળના પૂર્વ પ્રમુખ ડો.આઇ.આઇ.પંડ્યાના પુત્ર હર્ષદત્ત પંડ્યા અમેરિકાની રોવન યુનિવર્સિટીમાં પી.એચ.ડીનો અભ્યાસ કરે છે. આ પહેલાં હર્ષદત્તે એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાંથી 2011માં બી.ઇ(સિવિલ)ની ડિગ્રી મેળવી હતી. જેમાં હર્ષદત્તે 7 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. રોવન યુનિવર્સિટીથી પી.એચ.ડી દરમિયાન હર્ષદત્તે તમામ પરીક્ષાઓમાં સારૂ પર્ફોમન્સ કર્યું હતું. જેને કારણે તેને આઉટ સ્ટેન્ડિંગ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઓવોર્ડ એનાયત થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular