Saturday, May 4, 2024
Homeમહુવામાં માઈનિંગનાં વિરોધમાં આગેવાન ભરત ભીલે મૌનવ્રત રાખી અન્નજળનો ત્યાગ કર્યો
Array

મહુવામાં માઈનિંગનાં વિરોધમાં આગેવાન ભરત ભીલે મૌનવ્રત રાખી અન્નજળનો ત્યાગ કર્યો

- Advertisement -

ભાવનગર:તળાજા મહુવાના દરિયાકિનારાનાં ગામડાઓના લોકોની ના હોવા છતા પણ  સરકારે માઇનિંગ કરવાની લિઝ આપી દેતા છેલ્લા 21 દિવસથી ઊંચા કોટડા મંદિર ખાતે ધરણાં  કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા આજથી મૌન વ્રત સાથે ભરત ભીલએ અન્ન જળનો ત્યાગ કર્યો છે.

છેલ્લા 21 દિવસથી ધરણાં ચાલુ છે

અલ્ટ્રાટેક કંપનીને માઈનિંગ કરવા પરવાનો આપતા અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતો દ્વારા ખોદકામનો વિરોધ કરવા અને માઈનિંગ કામગીરી અટકાવવા છાવણી ઉપર ધરણા કરવામાં આવી રહ્યાં છે. પરવાનગી આપતા પહેલા હાથ ધરવામાં આવેલી લોક સુનાવણી દરમિયાન અસર ગ્રસ્ત ગામડાનાં લોકોની સ્પષ્ટ અને માઇનિંગ થશે તો ખેતી લાયક જમીન છે તેપણ ફળદ્રુપતા મૂકી દેશે. તેવી વિચારધારા સાથે માઇનિંગ કરવાની ના છતાંય સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીનો વિરોધ ઉઠ્યો છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીનો વિરોધ
માઇનિંગના વિરોધને લઈને પોલીસ સાથે લોહિયાળ ઘર્ષણ બાદ છેલ્લા 21 દિવસથી ઉંચાકોટડા મંદિરે ભરત ભીલની આગેવાની નીચે સૌથી વધુ ભાઈઓ બહેનો ધરણા પર બેઠા છે. તેમ છતાંય સરકાર તરફથી કોઈ સહાનુભૂતિ ન મળતા હવે નિંદ્રાધીન સરકારને ઢંઢોળવાના આખરી પ્રયાસના ભાગ રૂપે આજથી મૌનવ્રત ધારણ કરી અન્ન જળનો ત્યાગ આગેવાન ભરત ભીલે કર્યો છે.
તમામ મુદ્દે સરકાર વાટાઘાટ કરે નહીંતર આંદોલન ચાલુ રહેશે
ભરત ભીલે જણાવ્યું હતું કે પોતાની સાથે બહેનો પણ આ આખરી રસ્તા સમાન આંદોલનમાં જોડાઈ છે. તેમની માંગણી છે કે જે લોકો સામે 307ની આઈપીસી કલમ મુજબ કાર્યવાહી થઈ છે તે કેસ પરત ખેંચવામાં આવે અને માઇનિંગની પરવાનગી રદ કરવામાં આવે. આ તમામ મુદ્દે સરકાર વાટાઘાટો કરે. જો તેમ નહીં થાય તો ન્યાય મેળવવા માટે પ્રાણ છે ત્યાં સુધી મૌન વ્રત સાથે અન્ન જળનો ત્યાગ સાથે ઉંચા કોટડા ખાતે આંદોલન શરૂ રહેશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular