NATIONAL : રામ મંદિર દાન ચોરી કેસમા રાજીનામા બાદ પહેલીવાર બોલ્યા ચંપત રાય, આપ્યું મોટું નિવેદન

0
52
meetarticle

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના દાન ચોરી કેસમાં રાજીનામું આપ્યા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ચંપત રાયે રામભક્તોના નામે એક ભાવુક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં તેમણે પોતાના પર લાગેલા આરોપો અંગે મૌન તોડતા કહ્યું કે, હાલ તપાસ પૂર્ણ થવા દો. SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તેઓ દરેક આરોપનો જવાબ આપશે.

રામભક્તોના નામે ચંપત રાયનો પત્ર

“ગત 7 જૂન, 2026થી શ્રી રામજન્મભૂમિ મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી દરમિયાન થયેલી ચોરીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. વ્યક્તિગત રીતે મારા પર પણ અનેક લોકોએ આધારહીન આરોપો લગાવ્યા છે. મેં મૌન ધારણ કર્યું છે. મંદિર ટ્રસ્ટની 6 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં SITનો પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ હવે જાહેર થઈ ચૂક્યો છે, જ્યારે તે ‘અતિ ગોપનીય’ હતો. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે SITનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ ફેલાવવામાં આવેલા દરેક મુદ્દાનો ક્રમબદ્ધ રીતે જવાબ આપીશ. સમગ્ર સત્ય સામે આવી જશે.

“ચંપત રાયે વધુમાં જણાવ્યું કે, ઓક્ટોબર 1991થી તેઓ સંસ્થાના કાર્યકર તરીકે અયોધ્યામાં કાર્યરત છે. છેલ્લા 45 વર્ષનું તેમનું પ્રચારક જીવન જ્યાં-જ્યાં રહ્યું છે, ત્યાં તે ખુલ્લી પુસ્તક જેવું રહ્યું છે. તેમણે તમામને આદરપૂર્વક વંદન કર્યું.

ચંપત રાયે લખ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી રામ મંદિરના દાનપાત્રની ગણતરીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર પણ વિવિધ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી હતી. તેમના પર પણ ઘણા આધારહીન આરોપો લગાવવામાં આવ્યા, પરંતુ તેમણે લગભગ બે મહિના સુધી કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને તપાસ પૂર્ણ થવાની રાહ જોઈ.

અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું

તેમણે જણાવ્યું કે, હવે SITનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવી ગયો છે અને તેને જાહેર પણ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસ હજુ પૂર્ણ થઈ નથી. તેથી દરેક લોકોએ અંતિમ રિપોર્ટની રાહ જોવી જોઈએ. તેમનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને સમગ્ર સત્ય દેશ સામે આવી જશે.

પુરાવા સાથે દરેક આરોપનો જવાબ આપીશ

ચંપત રાયે વધુમાં કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ તેઓ તથ્યો અને પુરાવા સાથે આપશે, પરંતુ હાલ તેઓ કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવા માગતા નથી. તેમનું માનવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આ મુદ્દે વિગતવાર વાત કરવી યોગ્ય રહેશે.

રામભક્તોને શું અપીલ કરી?

તેમણે રામભક્તોને અપીલ કરી કે કોઈપણ અફવા અથવા અધૂરી માહિતી પર વિશ્વાસ ન કરે અને SITના અંતિમ રિપોર્ટની રાહ જુએ. તેમનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ દરેક સવાલનો જવાબ મળશે અને સમગ્ર મામલાની સચ્ચાઈ દેશ સામે આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here