Saturday, May 4, 2024
Homeગુજરાતમાં પ્રથમ વખત આવેલી પ્રિયંકા મોદીનો ‘મ’પણ ન બોલી, રાજકીય પ્રહારો કર્યા
Array

ગુજરાતમાં પ્રથમ વખત આવેલી પ્રિયંકા મોદીનો ‘મ’પણ ન બોલી, રાજકીય પ્રહારો કર્યા

- Advertisement -

અમદાવાદ: કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં ભાગ લેવા માટે સૌપ્રથમ વખત ગાંધી આશ્રમ અને ગુજરાતની મુલાકાતે આવેલા પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં આપેલા વક્તવ્ય દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીનું નામ પણ ન લીધું. પરંતુ આકરા રાજકીય પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અનેક મુદ્દાઓ ઉછળશે પરંતુ આ સંજોગોમાં આપની દેશભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ. તમે જાગરુક થાવો એ જ દેશભક્તિ છે. આજે દેશમાં જે કઈ પણ થઈ રહ્યું છે ત્યારે આ વખતે વિચારીને મત આપવા જજો. તમારો વોટ એક હથિયાર છે.

નરેન્દ્રમોદીનું નામ લીધા વગર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે જેમણે બે કરોડ રોજગારી આપવાની વાતો કરી હતી. તે રોજગારી ક્યાં છે. જે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવવાના હતા તે ક્યાં છે. જે લોકો ફિતરતની વાત કરે છે એમને દેશની જનતામાં જે નફરત ફેલાવે છે તેમની સામે મતદારો પ્રેમ અને કરૂણાની ભાષામાં જવાબ આપશે.

પ્રિયંકા ગાંધીનું સંબોધન
પહેલી વખત હું ગુજરાત આવી, પહેલી વખત સાબરમતી આશ્રમમાં ગઈ
ગાંધી આશ્રમમાં લાગ્યું કે હું રડી પડીશ
તમે જાગૃત થાવ એ જ દેશ ભક્તિ છે
વિચારની આ વખતે મત આપવા
જેમણે 2 કરોડ રોજગારીના વાયદા કર્યા તે ક્યાં છે
જે 15 લાખ તમારા ખાતામાં આવવાના હતા તે ક્યાં ગયા
આપની દેશ ભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ
આજે દેશની જે હાલત છે તેથી મને ખુંબ દુખ છે
તમારો વોટ એક હથિયાર છે જે તમને વધુ મજબૂત બનાવશે                                                           જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદીની લડાઈ શરૂ કરી ત્યાંથી શરૂઆત કરવી જોઈએ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular