Saturday, May 18, 2024
Homeદેશરાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લેહ-લદાખની મુલાકાતે

રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લેહ-લદાખની મુલાકાતે

- Advertisement -

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લેહ લદ્દાખના પ્રવાસે છે ત્યારે હવે આ પ્રવાસ બે દિવસ લંબાવવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી લેહ-લદ્દાખ 25મી ઓગસ્ટ સુધી રોકાશે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી 20 ઓગસ્ટે પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે.

Explained : What Now For Disqualified MP Rahul Gandhi?

જમ્મુ અને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 અને 35(A) નાબૂદ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો, લદ્દાખ અને J-K માં વિભાજિત કર્યા બાદ રાહુલ ગાંધીની લદ્દાખમાં આ પ્રથમ મુલાકાત છે. તેઓ રોકાણ દરમિયાન કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને યુવાનો સાથે વાતચીત કરશે. આ સિવાય સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે તે લેહમાં ફૂટબોલ મેચ પણ જોવા જશે. આ ઉપરાંત રાહુલ ગાંધી 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ હાજરી આપશે.

કારગિલ કાઉન્સિલની 10 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે. રાહુલ ગાંધી ગઈકાલે લદ્દાખ પહોંચ્યા હતા અને લેહ એરપોર્ટ પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન લેહની મુલાકાત લઈ શક્યા ન હતા. તેમણે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં લેહની મુલાકાત લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular