Sunday, April 28, 2024
Homeસંયોગ : સરકારના 70 દિવસ, આઝાદીના 70 વર્ષ અને આજે કલમ 370...
Array

સંયોગ : સરકારના 70 દિવસ, આઝાદીના 70 વર્ષ અને આજે કલમ 370 નાબુદ

- Advertisement -

નેશનલ ડેસ્ક: મોદી સરકારના કાર્યકાળને 70 દિવસ પૂરા થવા આવ્યા છે અને ત્યાં સુધીમાં જ ઘણાં મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કલમ 370ની નાબૂદીપણ તેમાંનો જ એક મહત્વનો નિર્ણય છે. આ પહેલાં વર્ષોથી ચાલી આવતી મુસ્લિમ પરંપરા ત્રણ તલાકને ખતમ કરવાનો મોદી સરકારનો નિર્ણય ઐતિહાસીક માનવામાં આવે છે. આઝાદી પછી જ્યારે 1947માં દેશનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવતી કલમ 370 લાગુ કરવામાં આવી હતી, જે આજે એટલે કે અંદાજે 70 વર્ષ પછી ખતમ કરવામાં આવી છે. આમ આ એક સંયોગ જ છે કે, મોદી સરકારે તેમના કાર્યકાળના 70 દિવસની અંદર, 70 વર્ષ જૂની કલમ 370ને નાબૂદ કરી દીધી છે.

1947માં રાજા હરિ સિંહની સ્વતંત્રતા જાળવવા લાગુ કરી હતી કલમ 370

  • ઓગસ્ટ 1947માં આઝાદી પછી જ્યારે દેશનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે અંગ્રેજોએ દરેક રજવાડાઓને સ્વતંત્ર કરી દીધા હતા. તે સમયે જમ્મુ-કાશ્મીરના રાજા હરિ સિંહ સ્વતંત્ર રહેવા માંગતા હતા.
  • આ વાતને ધ્યાનમાં રાખીને ભારત, જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચે એક સમજૂતી થઈ હતી. જેના અંતર્ગત ભારત અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર હુમલો ન કરી શકે.
  • ભારતે સમજૂતીનું માન રાખીને પોતાનો વાયદો નિભાવ્યો પરંતુ પાકિસ્તાને ધીમે ધીમે કબીલી મુસ્લિમોને જમ્મુ-કાશ્મીર પર કબજો કરવા મોકલી દીધા હતા.
  • જ્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે હરી સિંહે ભારત પાસે સુરક્ષા માટે મદદ માંગી અને ભારતમાં વિલય થવાની રજૂઆત કરી હતી.
  • તે સમયે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવાનું કામ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ હાથમાં લીધુ અને સરદાર પટેલને આ મુદ્દાથી અલગ રાખ્યા. તે સમયે ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાશ્મીરનો ભારતમાં વિલય કરવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરવાનો સમય નહતો. તેથી સંધીય બંધારણ સભામાં ગોપાલસ્વામી આયંગરએ કલમ 306-એને રજૂ કરી. તે જ સમય જતા કલમ 370 બની. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને અન્ય રાજ્યોથી અલગ વિશેષ રાજ્યના અધિકાર મળવા લાગ્યા.
  • 1951માં જમ્મુ-કાશઅમીરને સંવિધાન સભા અલગથી બોલાવવાની મંજૂરી આપવામાં આવી.
  • નવેમ્બર 1956માં રાજ્યનો બંધારણીય કાર્યકાળ પૂરો થયો, 26 જાન્યુઆરી 1957માં રાજ્યમાં વિશેષ બંધારણ લાગુ કરવામાં આવ્યું.
  • આમ 1947માં લાગુ થયેલી કલમ 370 આજે અંદાજે 70 (72)વર્ષ પછી નાબુદ કરી દેવામાં આવી છે
2. સરકારની બીજી ટર્મના 70 દિવસ
  • લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી સરકારે બહુમતી સાથે જીત મેળવી છે. મોદી સરકારે તેમના કેબિનેટ સાથે 30 મે 2019ના રોજ શપથ લીધા હતા. મોદી સરકારના કાર્યકાળને આજે 67 દિવસ થયા છે. આમ મોદી સરકારના કાર્યકાળને 70 દિવસ થવા આવ્યા છે તે દરમિયાન બે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યા છે. ત્રણ તલાકને પણ મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય માનવામાં આવે છે અને આજે કલમ 370ની નાબૂદી પણ ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
3. કલમ 370થી હટવાથી હવે જમ્મુ-કાશ્મીરને કયા વિશેષ અધિકારો નહીં મળે
  • આર્ટિકલ 370 મુજબ ભારત સરકાર કોઈપણ કાયદો રાજ્યમાં લાગૂ કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે આ કલમ હટાવી દેવાથી રાષ્ટ્રપતિની મંજૂરીથી કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરી શકે છે.
  • જમ્મુ-કાશ્મીરમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ વિધાનસભાની મર્યાદા 5 વર્ષ થઈ જશે.
  • જમ્મુ કાશ્મીર પાસે હાલ કાશ્મીરનો અલગ ધ્વજ હતો. હવે કલમ 370 હટી જતા તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ બનશે.
  • કલમ 370 હટી જતા દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન મકાન સહિતની સંપત્તિની ખરીદી શકશે.
  • હાલ જમ્મુ કાશ્મીરના લોકોને 2 પ્રકારની નાગરિકતા મળી છે. હવે તે ખતમ થઈ જશે અને તે માત્ર ભારતના નાગરિક કહેવાશે.
  • જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા ખતમ થઇ જાય છે પરંતુ હવે કલમ 370 હટી ગયા બાદ આવું નહીં થાય. બંને ભારતના જ નાગરિક કહેવાશે.
  • 370 મુજબ પાકિસ્તાની યુવક કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરે તો તેમને આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય છે પરંતુ 370 હટી જતાં તે ભારતનો નાગરિક નહીં બને.
  • 370 હટી જતાં જમ્મુ-કાશ્મીર રાજ્યની સરકારી નોકરીમાં અન્ય રાજ્યના ઉમેદવાર પણ અપ્લાય કરી શકશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular