Sunday, April 28, 2024
Homeસલમાન ખાનની ફિલ્મ 'ભારત'ના બીજા સોન્ગ 'ચાસણી'નું ટીઝર રિલીઝ, કેટરીના સાથે રોમાન્સ...
Array

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના બીજા સોન્ગ ‘ચાસણી’નું ટીઝર રિલીઝ, કેટરીના સાથે રોમાન્સ કરતો દેખાશે

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના ‘સ્લો મોશન’ સોન્ગ બાદ બીજું સોન્ગ ‘ચાસણી’ રિલીઝ થવાનું છે. ‘ચાસણી’ સોન્ગનું ટીઝર સલમાને રિલીઝ કરતાં લખ્યું કે, આ ઈદ ‘ઇશ્ક મીઠા હૈ’. આ સોન્ગમાં સલમાન કેટરીના કૈફ સાથે રોમાન્સ કરી રહ્યો છે. જ્યારે ‘સ્લો મોશન’ સોન્ગમાં સલમાન દિશા પટની સાથે રોમાન્સ કરતો દેખાયો હતો. ‘ભારત’ ફિલ્મ ઈદ પર 5 જૂને રિલીઝ થવાની છે.

ચાસણી સોન્ગ
આ સોન્ગને વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે અને અભિજીત શ્રીવાસ્તવે આ સોન્ગ ગાયું છે. અભિજીતે અગાઉ ‘અંધાધુન’ ફિલ્મનું ‘આપ સે મિલકર’ સોન્ગ ગાયું હતું. ચાસણી સોન્ગમાં ‘ભારત’ અને ‘કુમુદ’ સાથે દેખાઈ રહ્યા છે. આ સોન્ગની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. વિશાલ-શેખરે અગાઉ સલમાનની ફિલ્મ ‘સુલતાન’ના સોન્ગ ‘જગ ઘૂમેયા’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ના સોન્ગ ‘દિલ દિયાં ગલ્લાં’ માટે પણ મ્યુઝિક આપ્યું હતું.

ભારત ફિલ્મ
‘ભારત’ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર અલી અબ્બાસ ઝફર છે. ‘ભારત’ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની હિંદી રિમેક છે. ફિલ્મમાં તબુ, જેકી શ્રોફ, સુનિલ ગ્રોવર, આસિફ શેખ, સોનાલી કુલકર્ણી, દિશા પટની અને નોરા ફતેહી પણ સામેલ છે. ફિલ્મનું ટ્રેલર 22 એપ્રિલે રિલીઝ થયું હતું. ફિલ્મને ટી-સિરીઝ, સલમાન ખાન પ્રોડક્શન અને રીલ લાઈફ પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular