Friday, April 26, 2024
Homeસુરત : નિર્માણાધીન બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું
Array

સુરત : નિર્માણાધીન બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું

- Advertisement -

રતઃ વેસુ વિસ્તારમાં એક નિર્ણાધીન બિલ્ડીંગના ચોથા માળે કામ કરતા યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વેસુ વિસ્તારમાં ડે કોલરી એવન્યુમાં ચોથા માળે સળીયા ફિટીંગનું કામ જાબેદ સમ્સુદીન આલમ કામ કરી રહ્યો હતો. દરમિયાન સેફ્ટી વિના કામ કરવાના કારણે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ત્યારબાદ અન્ય કામદારો જાબેદને રીક્ષામાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાબેદ મૂળ બિહારનો વતની છે. અને સુરતમાં ભાઈ સાથે રહેતો હતો. પરિવારના દીકરાના મોતના પગલે પરિવારમાં શોક છવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular