Sunday, May 19, 2024
Homeગુજરાતરાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ તોડી પડાયા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ તોડી પડાયા

- Advertisement -

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આજે શહેરના યુનિવર્સિટી રોડ પર સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ પર બૂલડોઝર ફરી વળ્યું હતું. આ જગ્યા પર દબાણ કરી રેસ્ટોરન્ટનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કોમર્શિયલ બાંધકામોનું ડિમોલિશન કરીને 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા થાય છે.

આજે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સવાણી કિડની હોસ્પિટલ નજીક સરવે નં. 318ના પ્લોટ નં. 86 અને 87ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ખાણી-પીણીના 10 જેટલા રેસ્ટોરન્ટોનું બાંધકામનું તોડી પાડવામાં આવ્યું હતું. અંદાજિત રૂ.10 કરોડની કિંમતની 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આમ છતાં પણ જો કોઈ દબાણકર્તા ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિશ કરશે તો તેમના વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular