Thursday, May 2, 2024
Homeવડોદરા : 11 મહિના બાદ કોર્ટની ફિઝીકલ કાર્યવાહી શરૂ : સેનેટાઇઝ કર્યાં...
Array

વડોદરા : 11 મહિના બાદ કોર્ટની ફિઝીકલ કાર્યવાહી શરૂ : સેનેટાઇઝ કર્યાં બાદ જ વકીલોને પ્રવેશ અપાયો.

- Advertisement -

કોરોનાની મહામારીના કારણે 11 માસથી બંધ કોર્ટની ફિઝીકલ કાર્યવાહી આજથી શરૂ થઇ છે. કોર્ટ શરૂ કરતા પહેલાં તમામ કોર્ટ રૂમને સેનેટાઇઝ કરવામાં આવી હતી. બરોડા બાર એસોસિએશન દ્વારા જરૂર જણાય તેવા જ જેલ કેદીને કોર્ટમાં હાજર રાખવા પોલીસ તંત્રને જણાવવામાં આવ્યું છે. ફિઝીકલ કોર્ટ શરૂ થતા 11 વર્ષથી સુમસામ ભાસતી કોર્ટો વકીલો અને અસીલોથી ધમધમી ઉઠી હતી.

કોર્ટ શરૂ કરતા પહેલાં તમામ કોર્ટ રૂમને સેનેટાઇઝ કરવામાં આવી હતી
કોર્ટ શરૂ કરતા પહેલાં તમામ કોર્ટ રૂમને સેનેટાઇઝ કરવામાં આવી હતી.
વડોદરા કોર્ટની તમામ રૂમોને સેનેટાઇઝ કરાઇ
કોરોનાના કેસોમાં ક્રમશઃ ઘટાડો થયા બાદ સરકાર દ્વારા તબક્કાવાર એકપછી એક ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ, કોર્ટો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સમગ્ર રાજ્યની કોર્ટોના બાર એસોસિએશન દ્વારા ફિઝીકલ કોર્ટ શરૂ કરવા માટે એક સૂર ઉઠ્યો હતો. પરિણામ સ્વરૂપ સરકાર દ્વારા પહેલી માર્ચથી કોર્ટો ફિઝીકલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન આજે વડોદરાની કોર્ટો ધમધમી ઉઠી હતી. કોર્ટો શરૂ કરવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી હોવાથી વડોદરા કોર્ટની તમામ રૂમોને સેનેટાઇઝ કરવામાં આવી હતી.

 

વકીલોની હાલત દયનીય બની ગઇ હતી

છેલ્લા 11 માસથી કોર્ટો બંધ રહેવાના કારણે વકીલોની હાલત દયનીય બની ગઇ હતી. વકીલોને દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા. કેટલાક વકીલોએ અન્ય વ્યવસાયો શરૂ કરી દીધા હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા હતા, પરંતુ, કોરોનાની વકરેલી સ્થિતીના કારણે કોર્ટ ફિઝીકલી શરૂ કરવામાં આવી ન હતી. બાર એસોસિએશન દ્વારા અનેક વખત કોર્ટ ફિઝીકલી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ધરણાં-દેખાવો સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. આખરે રાજ્યના તમામ બાર એસોસિએશન એક થઇ રજૂઆતો કરતા સરકાર દ્વારા ફિઝીકલ કોર્ટ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

વકીલોની સાથે અસીલોમાં પણ ખુશી જોવા મળી રહી છે
વકીલોની સાથે અસીલોમાં પણ ખુશી જોવા મળી રહી છે

 

આજથી કોર્ટ શરૂ થતાં વકીલોને રોજગારી મળી રહેશે

વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે 11 માસના લાંબા સમય બાદ કોર્ટ શરૂ થતાં વકીલોમાં ખુશી જોવા મળી રહી છે. ફિઝીકલી કોર્ટ બંધ રહેવાના કારણે વકીલોની હાલત કફોડી બની ગઇ હતી. હવે આજથી કોર્ટ શરૂ થતાં વકીલોને રોજગારી મળી રહેશે. તે સાથે જે અસીલોના કેસો અટવાઇ ગયા હતા. તે કેસોની કાર્યવાહી ચાલુ થશે. વકીલોની સાથે અસીલોમાં પણ ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 11 માસથી સુમસામ ભાસી રહેલી કોર્ટો આજે વકીલો અને તેમના અસીલોની ચહલ-પહલથી ધમધમી ઉઠી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular