Wednesday, May 1, 2024
Home15 એપ્રિલ 2019નું રાશિફળ: જાણો આજનો દિવસ કેવો રહેશે તમારો
Array

15 એપ્રિલ 2019નું રાશિફળ: જાણો આજનો દિવસ કેવો રહેશે તમારો

- Advertisement -

મેષ:
આજે કાર્યોમાં અડચણ જોવા મળી શકે છે, ઘરથી નીકળશો તો લાભ થશે અને વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થશે. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે.

વૃષભ:
વાદ-વિવાદમાં પડવું નહીં કારણકે વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, ક્રોધ પર નિયંત્રણ રાખો અને કોઇની વાતો પર જલ્દીથી વિશ્વાસ ના કરવો જોઇએ.

મિથુન:
આજનો દિવસ મંગલમય પસાર થશે, મહેનત અનુસાર શુભ લાભ પ્રાપ્ત થશે. પરાક્રમમાં વૃદ્ઘિ થશે અને આજે તમારા મનોબળમાં વધારો થશે.

કર્ક:
આજે ધન પ્રાપ્તિનો યોગ છે અને મૂડી રોકાણથી લાભ થશે, આજે કોઇને ઉધાર આપવા નહી, આજે પરિવારના સભ્યો સાથેની મુલાકાતથી લાભ થશે.

સિંહ:
આજે ઉચ્ચ અધિકારીઓ સહયોગ મળશે અને ઉત્સાહમાં વધારો થશે. આજે જૂની સમસ્યાઓનો અંત આવશે, આજે પ્રવાસ અથવા જાતે પ્રયાસ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે.

કન્યા:
આજે વધારે ખર્ચાથી બચજો અને કાર્યમાં અડચણો આવી શકે છે. આજે ખોટી યાત્રા થશે અને સમજી-વિચારીને કાર્ય કરજો.

 

તુલા:
આજે વિશેષ લાભ, કાર્યની પૂર્ણતા જોખમકારક રોકાણમાં લાભ અને તમારુ મન પ્રસન્ન રહેશે. આજે પ્રિય વ્યકિત સાથે મુલાકાત થઇ શકેછે. આજના દિવસે ઉન્નતિ જોવા મળશે.

વૃશ્ચિક:
આજે દિવસભર કાર્યની વ્યસ્તતા જોવા મળશે, માન-સન્માનમાં વધારો થશે. આજે કાર્યમાં રસ, સફળતા અને નવી યોજનાઓનો દિવસ છે. આજે સુખ સાધનમાં વધારો થશે.

ધન:
આજે નસીબ તમને સાથ આપશે, આધ્યાત્મિક સુખ અને શાંતિનું વાતાવરણ જોવા મળશે, યાત્રામાં લાભ થશે અને મંગલયમ દિવસ રહેશે.

મકર:
આજે જ્યાં પણ જાઓ ચેતતા રહેજો, સાવધાનીપૂર્વક વાહન ચલાવો અને કાળજી નહી રાખો તો તમને નુકાસન પહોંચી શકે છે. આજે યાત્રા કરવી નહી, ધીમી ગતિએ વાહન ચલાવજો.

કુંભ:
આજે પ્રિય વ્યક્તિનો સાથ મળશે, શેરમાં રોકાણ કરી શકો છો. નવા કાર્યની શરૂઆત કરી શકો છો અને નવી નોકરીની શરૂઆત પણ કરી શકો છો.

મીન:
આજે અચાનક કોઈ શુભ સમાચાર અથવા રોકાયેલું ધન પ્રાપ્ત થશે. આજે શત્રુઓ હારશે અને આવક-સંપત્તિ માટે આજનો દિવસ સારો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular