મેષ : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ – નોકર- ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ જણાય.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ રહે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાજકીય સરકારી કામમાં સાનુકુળતા રહે. મહત્વના નિર્ણય લઈ શકાય.
કર્ક : માનસિક પરિતાપ- વ્યગ્રતામાં દિવસ પસાર થાય. કામમાં મુશ્કેલી જણાય. વિચારોની અસમંજસતા- દ્વિઘા અનુભવાય.
સિંહ : આપના કામની કદર- પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. પરંતુ બપોર પછી ધ્યાન રાખવું.
કન્યા : દિવસ દરમ્યાન કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તેમાં ઘટાડો થતો જાય.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. બપોર પછી આપને રાહત થતી જાય.
ધન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
મકર : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.
કુંભ : આપની મહેનત- બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.
મીન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બપોર પછી રાહત જણાય.

