Sunday, May 19, 2024
HomeNATIONALNATIONAL: ખાતર-પાણી વગર ઉગી નીકળે,3000 રૂપિયે કિલો ભાવણી શાકભાજી,કાજૂ-બદામ કરતા પણ મોંઘી...

NATIONAL: ખાતર-પાણી વગર ઉગી નીકળે,3000 રૂપિયે કિલો ભાવણી શાકભાજી,કાજૂ-બદામ કરતા પણ મોંઘી છે

- Advertisement -

રણપ્રદેશવાળા વિસ્તારમાં ઉગતી રાજસ્થાનની આ બે વસ્તુઓ હવે વિદેશ સુધી પહોંચી ગઈ છે. દેશી માર્કેટથી વધારે તેની ડિમાન્ડ વિદેશોમાં છે. ખાસ વાત એ છે કે, આ બંને શાકભાજીની ન તો વાવણી થાય છે, ન તો તેની ખેતી થાય છે. તે આપોઆપ રણપ્રદેશમાં ઉગી નીકળે છે. તાજી કરતા સુકાયેલી શાકભાજીની માગ વધારે રહે છે અને ભાવ તેના સુકા મેવા કરતા પણ વધારે હોય છે.આ ખાસ પશ્ચિમી રાજસ્થાનની શાકભાજી અથવા પાક કહેવાય છે. કેર સાંગરી દેશ દુનિયામાં સુકાયેલી શાકભાજી તરીકે ઓળખાય છે. તેની વિશેષતા એ છે કે, તેનું ઉત્પાદન કુદરતી રીતે થાય છે. કેર સાંગી બંનેની વાવણી થતી નથી. તે આપોઆપ ઉગી નીકળે છે. તે કોઈ ઔષધિથી જરાં પણ કમ નથી.

એક સમય હતો, જ્યારે કેર સાંગરી ગામડાઓ સુધી સીમિત હતી, પણ આજે દુનિયાના ખૂણે ખૂણે તે પહોંચી ગઈ છે. તેની આજે જેટલી ડિમાન્ડ સ્થાનિક સ્તર પર નથી, તેનાથી વધારે બીજા રાજ્યો અને વિદેશોમાં છે.કેર સાંગરી આમ તો રાજસ્થાનમાં ગરમીની સીઝનમાં આવે છે. તેનું શાક અને અથાણું બનાવવામાં આવે છે. જ્યારે તે સુકાઈ જાય છે, ત્યાર બાદ બનતું તેનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોવાના કારણે લોકોને ખૂબ જ પસંદ આવે છે.

પશ્ચિમી રાજસ્થાનના સરહદી બાડમેર સહિત જોધપુર, બીકાનેર, જેસલમેન અને શ્રીગંગાનગરમાં ગરમીમાં કેર સાંગરીનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં જ્યારે સાંગરી કાચી હોય છે, તો સ્થાનિક સ્તર પર તેની કિંમત 100-120 રૂપિયા કિલો સુધી હોય છે.કેર સાંગરી સુકાઈ જતાં આ વિસ્તારમાં જે 100 રૂપિયે મળતી હોય છે, તેનો ભાવ પાંચ ગણો વધી જાય છે. બીજા રાજ્યોમાં તે 1500-2000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ઓનલાઈન પર કેર સાંગરીની કિંમત 2500-3000 રૂપિયા પ્રતિ કિલો સુધી જાય છે. સુકાયેલી કેર સાંગરીની શાક ગમે ત્યારે બનાવી શકાય છે. ખાસ કરીને મોટા આયોજનમાં કેર સાંગરીનું શાક જોવા મળે છે. તે ખાસ તો રાજસ્થાનમાં ખૂબ જ પ્રચલિત છે.

સાંગરી અને કેરનું ઉત્પાદન કુદરતી રીતે થાય છે. તેના માટે કોઈ ખેતી થતી નથી. ખિજડા પર સાંગરી થાય છે. કેરડાના ઝાડ પર કેરડા થાય છે. તેમાં કોઈ ખાતર કે દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. આ શાકભાજી એકદમ શુદ્ધ હોય છે. ગરમી જ્યારે વધે છે, ત્યાર બાદ ખેતરોમાં ખિજડી પર સાંગરી આવવાનું શરુ થાય છે.આવી જ રીતે ભારે ગરમીમાં કેરડાનું ઉત્પાદન થાય છેચ. સાંગરી કેરમાં વિટામિન એ, કેલ્શિયમ, આયરન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તે એન્ટી ઓક્સિડેંટ પણ છે. સ્વાદની સાથે સાથે રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. કેરનું ચૂર્ણ પણ બનાવવામાં આવે છે, જે કફ અને ખાંસીમાં કામમાં આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular