Tuesday, April 30, 2024
Home1 - 2 નહીં પરફેક્ટ શોટ માટે તાપસી પન્નૂએ ખાધા હતા આટલા...
Array

1 – 2 નહીં પરફેક્ટ શોટ માટે તાપસી પન્નૂએ ખાધા હતા આટલા થપ્પડ

- Advertisement -

મુંબઈ : તાપસી પન્નુ તેની ફિલ્મ ‘થપ્પડ’ વિશે ચર્ચામાં છે. તે આ ફિલ્મમાં એક મહિલાની ભૂમિકા નિભાવે છે જે તેના જીવનમાં હિંસા બિલકુલ સહન કરતી નથી અને પાર્ટીમાં પતિએ થપ્પડ માર્યા પછી, તેણે તેને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે તાપસીને ફિલ્મમાં ફક્ત એક જ વાર હિંસાનો શિકાર બતાવવામાં આવશે, પરંતુ તે દ્રશ્ય ફિલ્મની વાર્તા માટે એટલું મહત્વનું છે કે તાપસીએ આ શોટને પૂર્ણ કરવા માટે 7 થપ્પડ ખાધા હતા.



કો-સ્ટાર તાપ્સીને થપ્પડ મારતા નર્વસ હતો

આ બાબતે વાત કરતા તાપસીએ જણાવ્યું હતું કે,મારો સહ-અભિનેતા પોવેલ ગભરાયો હતો કે તેણે મને સખત થપ્પડ મારવાનો હતો. તે એટલો ડરતો અને બેચેન હતો કે તેને આ શોટ માટેની માનસિક તૈયારી કરવામાં બે દિવસ લાગ્યાં. તાપસીએ કહ્યું કે, આ શોટને પૂર્ણ કરવા માટે તેને ઘણી રીટેક લીધા. આ ફિલ્મમાં ફક્ત એક જ સ્લેપ બતાવવામાં આવશે, પરંતુ આ શોટ પૂર્ણ કરવા માટે મને 7 સ્લેપ એટલે કે 7 રીટેક લાગ્યાં. મને લાગે છે કે મેં આખી ફિલ્મમાં આટલા બધા રીટેક આપ્યા નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular