Wednesday, May 1, 2024
Homeમિન્ત્રાને મળ્યું 753 કરોડનું રોકાણ, 7 દિવસ પછી જ છે ‘બિગ ફેશન...
Array

મિન્ત્રાને મળ્યું 753 કરોડનું રોકાણ, 7 દિવસ પછી જ છે ‘બિગ ફેશન ફેસ્ટિવલ સેલ’

- Advertisement -

ફેશન રિટેલર મિન્ત્રા (Myntra)ને 103 મિલિયન ડોલર (753 કરોડ રૂપિયા)નું નવું રોકાણ મળ્યું છે. આ રોકાણ કંપનીને પોતાની સિંગાપોર સ્થિત પેરેન્ટ યુનિટ એફકે મિન્ત્રા હોલ્ડિંગ્સ (એફકે મિન્ત્રા હોલ્ડિંગ્સ) પાસેથી મળ્યું છે. ભારતમાં મિન્ત્રાનો માલિકી હક ફ્લિપકાર્ટ પાસે છે. મિન્ત્રાને આ રોકાણ ‘બિગ ફેશન ફેસ્ટિવલ સેલ’ ઈવેન્ટ આડે માત્ર 7 દિવસ બાકી છે ત્યારે મળ્યું છે.

કંપનીને મળ્યું નવું રોકાણ

ટોફલરના અનુસાર, મિન્ત્રા જબોંગ ઈન્ડિયાએ 3 ઓક્ટોબરે એફકે મિન્ત્રા હોલ્ડિંગ્સને 10,79,136 શેર અને ક્વિક રૂટ્સ ઈન્ટરનેશનલને 97.058 શેર ઈસ્યૂ કર્યા હતા. જેની કિંમત 6427 રૂપિયા પ્રતિ શેર છે. જ્યારે, આવનાર 16 ઓક્ટોબરથી મિન્ત્રાનું ‘બિગ ફેશન ફેસ્ટિવલ સેલ’ શરૂ થવાનું છે. એવામાં કંપનીને આશા છે કે 2020ની ઉત્સવોની સિઝનમાં વેચાણ ગત વર્ષની તુલનામાં બમણું થઈ શકે છે.

મિન્ત્રાનું ‘બિગ ફેશન ફેસ્ટિવલ સેલ’

મિન્ત્રાના સીઈઓ અમર નાગરમ કહે છે કે આ વખતે ફેસ્ટિવ સિઝનનું સેલ વિશાળ ફેશન ઈવેન્ટ બની રહેશે, જેમાં મિન્ત્રાએ 5000 બ્રાન્ડ્સ અને 9 લાખ સ્ટાઈલ્સ સામેલ કરી છે. નાગરમને આશા છે કે ફેસ્ટિવ સિઝ સેલ દરમિયાન એથનિક વેર, મેન્સ કેઝ્યુઅલ, વિન્ટર વેર, કિડ્સ વેર, હોમ ફર્નિશિંગ અને પર્સનલ કેર જેવા સેગમેન્ટમાં સારૂં વેચાણ થઈ શકે છે. આ ઉપરાંત ગિફ્ટ અને એક્સેસરીઝ કેટેગરીમાં પણ વેચાણના સારા પરિણામ આવી શકે છે.

4 ગણા વેચાણની આશા

કંપનીને આશા છે કે અનલોક-1થી મળેલી રાહતોના કારણે ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં વેચાણનો ગ્રોથ અગાઉથી ઉત્તમ રહી શકે છે. મિન્ત્રાના કહેવા પ્રમાણે, ફેસ્ટિવ પીરિયડમાં ટીઅર-1 અને મેટ્રો શહેરોની બહાર 50%થી વધુનું વેચાણ થઈ શકે છે. જ્યારે કુલ વેચાણનો આંકડો 4 ગણાથી વધુ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular