પાલાવાસણા ખાતે નિર્માણ પામી રહેલો ઓવરબ્રિજ હવે શહેરીજનો અને વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે.
વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાથ ધરાયેલા ઓવરબ્રિજ નિર્માણની કામગીરીની ધીમી ગતિએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આ માર્ગ પર દરરોજ હજારો વાહનચાલકો અવરજવર કરે છે. પરંતુ, અચાનક રસ્તા બંધ કરવા અને અવ્યવસ્થિત ટ્રાફ્કિ વ્યવસ્થાને કારણે તેઓ કલાકો સુધી ટ્રાફ્કિજામમાં ફ્સાય છે. જેના કારણે તેમનો સમય અને ઈંધણ બંનેનો વેડફટ થઈ રહ્યો છે. પાલાવાસણા ખાતે ચાલતું ઓવરબ્રિજ નિર્માણ શહેરના વિકાસ માટે જરૂરી પણ ટ્રાફ્કિ વ્યવસ્થાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વારંવાર પોલીસ કંટ્રોલરૂમને ફરિયાદ કરવી પડે છે. જેને લઈને તાલુકા પોલીસ મથકથી પીસીઆર વાન આવે અને પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમન કરાવે ત્યારે હંગામી ધોરણે સમસ્યા હલ થાય છે. મંગળવારે રાત્રે જનપથ હોટલ તરફ્ના ભાગે વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈ અગાઉથી જાહેરાત વિના કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડની કચેરી પાસે બેરીકેડ મૂકીને એક તરફ્નો રસ્તો બંધ કરી દેવાયો હતો. જેના કારણે અમદાવાદ અને પાલનપુર તરફ્થી આવતા-જતા વાહનો લાંબી કતારોમાં ફ્સાઈ ગયા હતા. આ ટ્રાફ્કિ જામમાં ત્રણથી ચાર એમ્બ્યુલન્સ વાન પણ કલાકો સુધી અટવાઈ ગઈ હતી. જે એક ગંભીર ચિંતાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓના જીવન પર જોખમ ઊભું થઈ શકે છે.


