આજરોજ અંબાજી ખાતે ભાદરવી પુનમીયા સંઘ સેવા ટ્રસ્ટ ની વાર્ષિક બેઠક યોજાઈ તથા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ યોજાઈ. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત મિટિંગ માં હાજર રહ્યા હતા.
ભાદરવી પૂનમિયા સંઘ ટ્રસ્ટમાં 1624 સંઘો રજીસ્ટર થયેલ છે જે મેળા દરમ્યાન અંબાજી ચાલતા આવશે અને હાલ સુધી 303 સેવા કેમ્પોની નોંધણી થઈ છે


ભાદરવી પૂનમના મેળા માં મંદિર ના દર્શનનો સમય સવારના 6 વાગ્યાં થી રાતે 12 વાગે સુધી રહેશે..
પૂનમ ના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી બપોર 12:30 થી ગર્ભ ગૃહ બંદ કરીને જાળી માથી દર્શન થશે ભાદરવી પૂનમ ના દિવસે સાંજે 5 વાગ્યાં બાદ ચંદ્ર ગ્રહણ ના લીધે સંપૂર્ણ બંદ રહેશે*
સમગ્ર અંબાજી માં cctv કેમેરા લગાવી ને 24 કલાક બાજ નજર રાખવામાં આવશે…
વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલાયદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે જેમાં ગોલ્ફ કાર્ટ નો ઉપયોગ કરવામાં આવશે…
બનાસકાંઠા કલેકટર, એસ પી મંદિર વહીવટદાર સહીત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતા.
REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી

