અંકલેશ્વરની સકાટા ચોકડી પાસે મોબાઇલ શોપમાં ગેસ રીફિલિંગ કરતા શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડી ગેસના 14 બોટલ કબજે કર્યા હતા.
ભરૂચ એસઓજી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સકાટા ચોકડી શિવ શક્તિ એપાર્ટમેન્ટ ખાતે જય માજિસા મોબાઈલ શોપમાં સુરેશસિંગ નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી ગેસ રીફિલિંગ કરતા સુરેશસિંગ ધનસિંગ રાજપુત (રહે-શિવ શક્તિ એપાર્ટમેન્ટ, સકાટા ચોકડી, પાનોલી, અંકલેશ્વર)ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપીએ મોબાઈલ શોપમાં કામ કરતા ઉપરાંત ગેસ રીપેરીંગનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 14 નંગ ગેસના બોટલ, રીફલીંગ પાઇપ, ઈલેક્ટ્રીક વજન કાંટો મળી કુલ રૂ.13,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાનોલી પોલીસે જાનહાની સર્જાય તેવા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ 287, 125 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


