બોલીવુડના ‘ગ્રીક ગોડ’ હૃતિક રોશન હાલમાં પોતાની આગામી ફિલ્મ War 2 અને અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હૃતિક રોશન અને અભિનેત્રી સિંગર સબા આઝાદ 2022થી રિલેશનશિપમાં છે.
તેમના વચ્ચે 11 વર્ષનો ઉંમર તફાવત છે. હૃતિક તેનાથી ઘણો મોટો છે તેથી શરૂઆતમાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સાથે ખુશાળ સમય વિતાવી રહ્યા છે.
હૃતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સાથે જોવા મળે છે અને ફેન્સ પણ તેમની જોડી પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. સબાનો હૃતિકના પરિવાર સાથે પણ સારો સંબંધ છે.
મળતી માહિતી મુજબ, હૃતિક સબાનો એક રેપર સાથેનો વીડિયો ગમ્યો હતો જે તેણે શેર કર્યો અને ત્યાંથી તેમની પ્રેમ કહાની શરૂઆત થઈ હતી. હૃતિક અને સબા મે 2022માં કરણ જોહરના 50મા જન્મદિવસની ઉજવણી દરમિયાન પહેલીવાર જાહેરમાં સાથે નજરે પડ્યા હતા. ત્યાર બાદ બંને ફિલ્મ પ્રીમિયર અને ફેમિલી વેકેશનમાં પણ સાથે જોવા મળતા રહ્યા જેના કારણે બંનેના સબંધોની સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ હતી.
બન્ને વચ્ચે 11 વર્ષના ઉંમર તફાવત
હૃતિક અને સબાને પોતાની ઉંમરમાં રહેલા તફાવતને કારણે ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છતાં પણ બંને બેસ્ટ કપલની જેમ એકબીજાનો સાથ છોડ્યા વિના સાથે રહ્યા. બંનેએ ઓક્ટોબર 2024માં પોતાની ત્રીજી વર્ષગાંઠ ઉજવી હતી. આ ઉજવણી સાથે તેમણે સાબિત કર્યું કે તેઓ એકબીજા પ્રત્યે ગંભીર છે અને તેમના વચ્ચેના 11 વર્ષના ઉંમર તફાવતની તેમને કોઈ પરવા નથી.
હૃતિક રોશન વોર 2ને લઈને ચર્ચામાં
હૃતિક રોશન હાલમાં પોતાની આગામી સ્પાય યુનિવર્સ એક્શન ફિલ્મ વોર 2ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પહેલાથી જ લગભગ ₹2.24 કરોડ પાર કરી ચૂક્યું છે. આ ફિલ્મમાં હૃતિક સાથે કિયારા અડવાણી અને સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR પણ નજરે પડશે. ઋતિક હંમેશા પોતાની ફિટનેસથી ફેન્સને પ્રભાવિત કરે છે તેની આગામી ફિલ્મ વોર 2નો એક BTS વીડિયો સામે આવ્યો છે તેમાં તે સ્વિમિંગ પુલમાં શૂટિંગ કરતા જોવા મળે છે. તેની ટોન બોડી અને એબ્સે બધાનું ધ્યાન ખેંચ્યું.


