ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા વરસાદને કારણે માલધારી પરિવારોના માટે આભ ફાટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પશુઓને ચરાવવા માટે લઈ જવાયા ત્યારે અચાનક વીજળી પડતાં 48 પશુઓના મોત થયા હતાં. આ ઘટના અંગે ગામના સરપંચ સહિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના મુળીમાં વીજળી પડતા 48 પશુના મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે લખતરના મુળીમાં ભારે વરસાદ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન વરસાદ બંધ રહ્યા બાદ પશુપાલકો દ્વારા પશુઓને ચરાવવા માટે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે અચાનક આકાશી વીજળી પડતાં 48 પશુઓના મોત નિપજ્યા હતાં. પશુઓના મોતને કારણે સરપંચ અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પશુપાલકોના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સરપંચ સહિત અધિકારીઓને જાણ કરાઈ
પશુઓના મોત બાદ પોલીસ, સરપંચ, તલાટી અને મામલતદારને જાણ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર માલધારી સમાજના એક જ પરિવારના 48 પશુના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. ઝાલાવાડ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અચાનક પશુ માથે વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં પશુઓના મોત નિપજ્યા હતાં પણ કોઈ માણસને જાનહાની પહોંચી નથી. માલધારી સમાજમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.


