વાઘોડિયા બ્રિજ નજીક સર્વિસ રોડ પર 42 લાખનો દારુ મશીનરી સ્પેર પાર્ટ્સની આડમાં લઇ જતા ડ્રાઇવરને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે 48 પર વાઘોડિયા બ્રિજ નીચે મુંબઇ તરફ જવાના સર્વિસ રોડ પર દારૃ ભરેલું કન્ટેનર ઉભું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ડ્રાઇવર સાથેનું કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનરમાંથી પોલીસને વિદેશી દારૂની 7,992 બોટલ કિંમત રૂપિયા 42.01 લાખની મળી આવી હતી. પોલીસે દારુ, કન્ટેનર, રોકડા 5,500, મોબાઇલ અને મશીનરી સ્પેર પાર્ટ્સ કિંમત રૂપિયા 27.02 લાખ મળી કુલ રૂપિયા 89.14 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર સાહીદ ઇશબભાઇ મેવ (રહે. લોહીંગ કલાં ગામ, તા.પુણાના,જિ. મેવાત, હરિયાણા)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. જ્યારે દારુ મોકલનાર હરિયાણાના વેપારી અને દારુ મંગાવનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.


