રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી વિકાસ સહાય ની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે યોજાઇ,ખાસ કરીને જુલાઈ મહિના માં ગુજરાત માં થયેલ ક્રાઇમ રિપોર્ટ ની માહિતી અધિકારીઓ પાસે થી મેળવવામાં આવી જેમાં વ્યાજખોરોની વિરુધ્ધમાં પરિણામ લક્ષી કામગીરી થઇ જેમાં 64 ફરિયાદ દાખલ કરી 105 વ્યાજ ખોરો સામે ફરિયાદ કરી. વર્ષમાં 400 વ્યક્તિઓની ધરપકડ કરાઈ, એટલુજ નહિ રાજ્યમાં 71 લોનમેલ મેળા પણ યોજાયા,
તેરા તુજકો અર્પણ કાર્યક્રમમા જુલાઈ માં 761 કાર્યક્રમ થયા 25 કરોડ ના મુદ્દામાંલ લોકોને પરત કરાયા.જ્યારે વર્ષ દરમ્યાન 127 કરોડનો મુદ્દામાલ લોકોને આપ્યો, વધુ એક કાર્યક્રમમાં 3 વાત તમારી 3 વાત અમારી…સ્થાનિક લોકો સાથે મળી અને સ્થાનિક પ્રશ્ન ના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવ્યા.
તમામ જિલ્લાઓ મા 222 કાર્યક્રમ થયા,સાયબર ક્રાઈમ માં પણ સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ હેઠળ જુલાઈ માં 28 કરોડ રૂપિયા લોકો ને પરત કરાયા.ફરાર આરોપી માં ગુજરાત રાજ્યમાં જુલાઈ માં 434 આરોપીઓ ગુના કરી ભાગતા હતા તેમાંના 251 જે 1 વર્ષ થી વધુ સમય થી ફરાર હતા. તે મળી આવ્યા. વળી15 માર્ચ 2025 એ માત્ર 100 કલાક માં અસામાજિક તત્વોની કામગીરી કરી ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા 750 થી વધુ ડિમોલેશન કરાયા. 630 સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું.
તેમને ડિમોલિસ કરાયું. વળી 824 જામીન ભંગ મા 106 જામીન રદ કરાયા.વીજળી કનેકશન ચોરી માં 2190 કાર્યવાહી કરવામાં આવી.પોલીસ ની વ્યવસ્થા કેવી થાય તે જોઈ ઈમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરાય છે. એટલેજ મુખ્ય ગુનાહો માં ઘટાડા જોવા મળે છે.અસામાજિક તત્વોમાં પણ કાર્યવાહી થઈ જેમાં 2200 માંથી 1460 પાસા હેઠળ અને 300 ને તડીપાર કરાયા. સાથેજ પોલીસ સ્ટેશન ની વ્યવસ્થા ફરિયાદોનો વ્યવહાર પોલીસ સ્ટેશન રેન્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી જેને આધારે પોલીસ સ્ટેશન ના 1 થી 3 નંબર અપાયા.પોલીસ સ્ટેશનમાં જે સ્વછતા છે.તે પણ નોંધનીય રહી હતી.
Reporter :દીપક જગતાપ, રાજપીપલા



