ગાંધીનગરમાં સગીરાએ કરેલા આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સગીરાના માતા-પિતા નોકરી પર ગયા ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. સગીરાએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં સગીરાએ કરેલા આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સગીરાના માતા-પિતા નોકરી પર ગયા ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. સગીરાએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
12 વર્ષની સગીરાએ આપઘાત કરતાં ભારે ચર્ચા થઇ રહી છે. આટલી નાની વયમાં સગીરાએ આપઘાત કર્યો તે સમાજ માટે ચિંતાનો વિષય છે. આ સગીરા ગાંધીનગર સેક્ટર 7માં વીર ભગતસિંહનગરમાં અને ગુરુકુળમાં ધોરણ 6માં સગીરા અભ્યાસ કરતી હતી અને તેણે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો.

તેના માતા-પિતા જ્યારે નોકરી પર ગયા અને તે ઘરમાં એકલી હતી ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટા વડે આપઘાત કરી લીધો હતો. સગીરાના પિતા જગદીશ ગોહિલ આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પત્ની ખાનગી નોકરી કરે છે . તેમને સંતાનમાં 16 વર્ષનો પુત્ર અને 12 વર્ષની દિકરી હતી બપોરે અઢી વાગે તેમનો મોટો પુત્ર ટ્યુશન ગયા બાદ સગીરા ઘરમાં એકલી હતી ત્યારે તેણે આપઘાત કર્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેની માતા ઘેર પરત ફરતા ત્યારે તેમણે પુત્રીને દરવાજો ખોલવા જમાવ્યું હતું પણ અંદરથી કોઇ પ્રતિક્રિયા ના મળતા તેમણે તેમના પતિને બોલાવ્યા હતા.
તેમના પતિ જગદીશભાઇએ ઘેર આવીને તપાસ કરતાં તેમની દિકરીએ આપઘાત કર્યો હોવાનું જોવા મળ્યું હતું જેથી તેમની સ્થિતિ વિકટ બની ગઇ હતી અને ત્યારબાદ તેમણે મહેનત કરીને દરવાજો ખોલ્યો હતો અને એમ્બ્યુલન્સ બોલાવીને સગીરાને હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
બનાવના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો અને આગળના દિવસે પરત ફર્યો હતો. તેણે જે સુસાઇડ નોટ લખેલી છે તેમાં લખેલું છે કે મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઇ છું, મમ્મી, પપ્પા, દાદી અને ભાઇ બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો. જો કે આત્મહત્યાનું ચોક્કસ કરાણ હજું જાણી શકાયું નથી.

