વાઘોડિયા તાલુકાના જરોદ વિસ્તારમાં આવેલ રાજપુરા ગામ ની સ્વ મણીબેન છોટાભાઈ પટેલ શાંતી નિકેતન વિધયા મંદિર હાઇસ્કૂલ ના ગણીત વિષય ના શિક્ષક નામે પ્રગનેશ વિઠ્ઠલ ભાઇ પટેલ ઉંમર 58વષૅ રહે હાલોલ હાઇસ્કૂલ માં અભ્યાસ કરતી કરતી 13 વર્ષીય વિધાર્થી ની 3 ડીસેમ્બર ના દિવસે બપોરે પ્રિન્સીપાલ ની ઓફીસ ની બાજુ માં તેણી બહેનપણી ઓ સાથે લોબી માં ઊભી હતી ત્યારે શિક્ષક પ્રગનેશે બુરી દાનત થી બરડા ના ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી અગાઉ પણ રક્ષાબંધનના આગલા દિવસે હાઇસ્કૂલ માં રાખડીઓ બનાવતી વેળા એ પણ શિક્ષક પ્રગનેશે બાળા બંને હાથ પકડી ને શારારીક છેડતી કરી અડપલા કર્યા હતા.

આ ઘટના ની જાણ વિધાર્થી ની એ તેનાં પરીવાર જનો ને કરતા પરીવાર જનો હાઇસ્કૂલ ના પ્રિન્સીપાલ ને મળીને ઘટના ની જાણ કરતા પ્રિન્સીપાલે સોમવાર ના દિવસે મંડળ ની મિટિંગ કરીને ચચૉઓ કરીશું અને શિક્ષક સામે યોગ્ય પગલાં ભરીશું તે પ્રકારની હૈયાધારણા અપતા પરંતુ પિડીત પરીવાર જનોને મંડળ પર ભરોસો ન રહેતા પરીવાર જનો એ જરોદ પોલીસ સ્ટેશન ખાતે આવીને શિક્ષક પ્રગનેશ સામે પોકસો એકટ હેઠળ નો ગુન્હો નોંધાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષક પ્રગનેશ વિઠ્ઠલ ભાઇ પટેલ ને નિવૃત્તિ ના માત્ર બે વર્ષ ખુટતા હતા ત્યાં આવું અશોભનીય કૃત્ય કરવાનું પ્રોત પ્રકાશ્યું આ પ્રકરણ અંગે હાઇસ્કૂલ ના સંચાલકો અને પ્રિન્સીપાલ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા પિડીત પરીવાર જનોને પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવાની ફરજ પડી હતી આ ઘટના ના પગલે શાળા સંકુલ માં અને શિક્ષણ જગત માં ખળભળાટ મચી જવા પામ્યો છે જરોદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાતા શિક્ષક પ્રગનેશ રજા મુકીને ઘરેથી ફરાર બનવા પામ્યો છે જ્યારે જરોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શિક્ષક પ્રગનેશ ની શોધખોળ આરંભી દીધી છે
REPORTER : કિશન રોહિડા વાઘોડિયા

