નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક કલ્યાણ માટે કામ કરી રહી છે

અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ માં કાર્યક્રમ ની લિસ્ટ જોઈ તો ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,ની શુલ્ક સરબત વિતરણ, છાશ વિતરણ, સમુહ લગન,ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, નાના ભુલકાઓને બટુક ભોજન,સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો, સહિત ની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ દાતાશ્રી ભગવાનજીભાઈ પરમારના સહયોગથી આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા મેંદરડાની ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં નાના ભૂલકાઓને નાસ્તો કરાવામાં આવ્યો જેમાં દાતાશ્રી ભગવાનજી પરમારે સહયોગ આપ્યો હતો તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી,જૂનાગઢ જિલ્લા પ્રમુખ,રાહુલ માકડિયા,મંત્રીશ્રી,કાજલ વાળા એ આ કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી

