AHMEDABAD : કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત

0
18
meetarticle

અસારવામાં કાળજું કપાવનારી ઘટના બની હતી. આધેડે કેન્સરની બિમારીથી કંટાળી પોતાની જાતે શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ પાણી છાંટીને આગ બુઝાવીને બચાવવા પ્રયત્ન કર્યો હતો.  પરંતુ આખા શરીરે સખત રીતે દાઝી ગયા હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

જાહેરમાં સળગવાની ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો.

આત્મવિલોપનનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ પાણી છાંટી બચાવવા પ્રયત્ન કયો  શરીરે સખત દાઝી જતા દમ તોડયો ઃ શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી

અસારવા ગામમાં રહેતા આધે઼ડ છેલ્લા ઘણા સમયથી ગળાના કેન્સરની બિમારીથી પિડાતા હતા જેથી કંટાળીને સોમવારે રાતે ૯ વાગે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને અસારવા ચકલા પાસે આવ્યા હતા.  અને પોચાના શરીરે આગ ચાંપી દીધી હતી. ભડભડ સળગતા આગની જ્વાળાઓમાં લપેટાયેલા જોઈને સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી પાણીનો મારો ચલાવી આગ બુઝાવીને જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.

 ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયુંં હતું. બનાવની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા ગંભીર બિમારીના અસહ્ય દુઃખાવા અને માનસિક રીતે કંટાળીને તેમણે આત્મહત્યા કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here