ગાંધીનગરના સેક્ટર-૧૨માં છેલ્લા કેટલાક સમયથી પાણીના વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ‘૨૪ કલાક પાણી’ આપવાના મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. અગાઉ સવારે નિયમિતપણે ૬ થી ૮ઃ૩૦ સુધી અઢી કલાક મળતું પાણી હવે માત્ર એક કલાકમાં સમેટાઈ જતાં લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે.

સેક્ટર-૧૨માં વસતા મધ્યમવર્ગીય અને નોકરિયાત પરિવારો માટે સવારનો સમય સૌથી વધુ કિંમતી હોય છે. અગાઉ અઢી કલાક સુધી પૂરતા ફોર્સથી પાણી મળતું હોવાથી ઘરકામ અને ઓફિસ જવાની તૈયારીઓ સરળતાથી થઈ શકતી હતી. પરંતુ હવે માત્ર એક કલાક પાણી આવતું હોવાથી ગૃહિણીઓને રસોઈ અને અન્ય સફાઈકામમાં ભારે તકલીફ પડી રહી છેસ્થાનિકોનું કહેવું છે કે, ‘બપોર પછી પાણી આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી કારણ કે તે સમયે મોટાભાગના લોકો ઘરની બહાર હોય છે. જો સવારે રાબેતા મુજબ ૨ થી ૨.૫ કલાક પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે, તો અમારે ૨૪ કલાક પાણીની કોઈ જરૃર જ નથી.’અત્યારે તો સેક્ટર-૧૨ના રહીશોની એક જ માંગ છે કે ‘૨૪ કલાક’ના તાયફા બંધ કરી, સવારના સમયે પહેલાની જેમ પૂરતા ફોર્સથી અને લાંબા સમય સુધી પાણી આપવામાં આવે જેથી તેમની રોજિંદી હાલાકી દૂર થઈ શકે..

