BREAKING NEWS : અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, 8 અને 9માં માળે લોકો ફસાયા, 100 વ્યક્તિનું રેસ્ક્યુ

0
12
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદની ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગના 8 અને 9માં માળે કેટલાક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ લાગતા આખા બિલ્ડિંગ તથા કેમ્પસમાં ભાગદોડી મચી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બિગ્રેડને જાણ કરતાં નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં 25થી વધુ ફાયરકર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી

100 લોકોનું રેસ્ક્યુ

આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પહોંચ્યા હતા. ફાયરની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા 100થી વધુ લોકોનું સ્નોરકેલથી નીચે ઉતારીને રેસ્ક્યુ કર્યું. આગ લાગતા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતા, જેના કારણે ચારથી પાંચ લોકોને ગુમરાહમણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here