વિરમગામ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ વિંઝુવાડા તા- માંડલ જી- અમદાવાદ દ્વારા શ્રી રામમહેલ મંદિર વિરમગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં શ્રી રામમહેલ મંદિરના મહંત શ્રી રામદાસબાપુ, વિરમગામ નગરપાલિકા પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરા, વિરમગામ નગરપાલિકા ઉપપ્રમુખ રઘુભાઈ અવગોતર, ચિફ ઓફિસર જયેશભાઈ પટેલ, વિરમગામ આ.ફ.ઓ, શેહર ભાજ પપ્રમુખ દેવાજી ઠાકોર, મહેશભાઈ ચાવડા ઓ.બી. સી મોરચા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન વૈધ પંચકર્મ નેહાબેન પટેલ તથા આર.એમ.ઓ રાહુલકુમાર પરસાણિયા ના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું હતું .

આ આયુષ મેળામાં અખંડાનંદ આયુર્વેદ કોલેજ તથા હોસ્પિટલ ના સ્ટાફ તથા જિલ્લા પંચાયત અમદાવાદના મેડિકલ ઓફિસર દ્વારા સેવા આપવામાં આવી તથા ICDS વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગીનું પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. બાળકોને સુવર્ણ પ્રાસન પીવડાવવામાં આવ્યું, રસોડાના ઔષધ વિશે, ઘર આંગણાના ઔષધો તથા મિલેટસનું પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. પંચકર્મ દિનચર્યા ઋતુચર્યા અંગે આયુષ પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. ડાયાબિટીસ તપાસ, બીપી તપાસ તથા BMD તપાસ કરાવવામાં આવી, નાડી પરીક્ષણ દ્વારા દર્દીઓનું નિદાન કરાવવામાં આવ્યું હતું. આયુર્વેદ ઓપીડી – ૩૩૨, હોમીઓપેથી ઓપીડી – ૧૨૦, નાડી પરીક્ષણ:- ૨૦૦, સુવર્ણ પ્રાસન – ૫૦, અગ્નિ કર્મ – ૫૦, આયુષ પ્રદર્શન લાભાર્થી – ૬૦૦, જરા કીટ વિતરણ – ૧૦૦, સશમની વટી – ૨૦૦નો દર્દીઓએ લાભ લીધો હતો.
REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ

