WORLD : ઇમરાન ખાનને અંધાપો આવી રહ્યો છે ? જમણી આંખનું 85% વિઝન ચાલ્યું ગયું છે

0
19
meetarticle

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ઇસ્લામાબાદ પાસેની મોડેલ જેલમાં ફેરવવામાં આવશે. તેનું કારણ તે છે કે તેઓને અંધાપો આવી રહ્યો છે. તેઓની જમણી આંખનું ૮૫% જેટલું વિઝન ચાલ્યું ગયું છે. તેઓને સઘન સારવારની પણ જરૂર છે.

આ માહિતી આપતાં પાકિસ્તાનના આંતરિક બાબતો અંગેના પ્રધાન મોહસિન નકવીએ કહ્યું હતું કે મોડેલ જેલમાં વધુ સારી મેડીકલ ફેસીલીટીઝ છે તેમાં સ્પેશિયાલિસ્ટ મેડીકલ કેર ઇમર્જન્સી રીસ્યોન્સ યુનિટસ અને વધુ સારી ડાયોગ્નેસ્ટિક ફેસીલીટીઝ (નિદાન સુવિધાઓ) છે.આ માહિતી આપતાં ન્યૂઝ એઈટીન જણાવે છે કે આ મોડેલ જેલમાં હાઈપ્રોફાઇલ કેદીઓને રાખવામાં આવે છે. ત્યાં સંપૂર્ણ તબીબી સહાય તથા સલામતીનાં પગલાં પણ લેવામાં આવે છે. તેમ મોહમ્મદ નકવીએ જ જણાવ્યું છે.

મોહમ્મદ નકવીએ વધુમાં કહ્યું હતું કે કેટલીક વધુ સવલતો પણ જેલમાં ઉભી કરવામાં આવી રહી છે જે આગામી બે કે ત્રણ મહિનામાં તૈયાર થઇ જશે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની તંદુરસ્તી અંગે ચિંતા દર્શાવી હતી. જે વિષે કોર્ટને એમિસ્ક્સ ક્યરી (કોર્ટના તજજ્ઞા સહાયક) સલમાન સફદરે માહિતી આપતાં સુપ્રીમ કોર્ટે આ હુક્મ કર્યો હતો.

સફદરે જણાવ્યું હતું કે એદીઆલા જેલમાં સારવાર આપવામાં થયેલી ઢીલને લીધે ઇમરાનખાનની જમણી આંખમાંથી ૮૫% જેટલું વિઝન ચાલ્યું ગયું છે. વાસ્તવમાં ઓક્ટોબર ૨૦૨૫થી તેઓ આંખની તકલીફ માટે ફરિયાદ કરતા હતા. પરંતુ તે પ્રત્યે જેલ સત્તાવાળાઓએ કશું ધ્યાન જ આપ્યું ન હતું. અત્યારે તેઓની જમણી આંખમાં માત્ર ૧૫ ટકા જેટલું જ વિઝન રહેલું છે.

રીપોર્ટ વધુમાં જણાવે છે કે ખાનને એદીઆલા જેલમાં રાખવામાં આવ્યા હતા. તેઓને તેમનાં પત્ની બુશરાબીબીને ૩૦ મીનીટ પૂરતાં જ મળવા દેવાયાં હતાં. જ્યારે તેઓના બંને પુત્રોને ૨૦૨૫માં માત્ર બે વખત જ મળવા દેવાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here