WORLD : પ્રમુખ ટ્રમ્પના 15 ટકા ટેરિફને પણ પડકારી શકાય : કાત્યાલ

0
18
meetarticle

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ સોલિસિટર જનરલ નીલ કાત્યાલની દલીલો સાંભળ્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે જાહેર કર્યો હતો. ત્યાર પછી ટ્રમ્પે ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખ્યો છે. પરંતુ ભારતીય મૂળના વકીલ નીલ કાત્યાલે ટ્રમ્પના આ ટેરિફ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને દાવો કર્યો કે આ ટેરિફને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુસ્સે ભરાયેલા પ્રમુખ ટ્રમ્પે તુરંત ટ્રેડ એક્ટની કલમ ૧૨૨ હેઠળ ૧૦ ટકા ટેક્સ નાંખવાની જાહેરાત કરી, પછી ગણતરીના કલાકોમાં તેને વધારીને ૧૫ ટકા ટેરિફ કર્યો હતો. જોકે, ટ્રમ્પના આ નિર્ણય સામે ભારતીય મૂળના વકીલ નીલ કાત્યાલે સવાલ ઉઠાવ્યા છે. નીલ કાત્યાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ટ્રમ્પ માટે કલમ ૧૨૨ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કારણ કે આ કેસમાં અમેરિકન ન્યાય વિભાગે સુપ્રીમ કોર્ટને તેને વિપરિત ગણાવી હતી. કલમ ૧૨૨નો અહીં કોઈ સ્પષ્ટ અનુપ્રયોગ નથી, કારણ કે ટ્રમ્પે જે ઈમર્જન્સી સ્થિતિને ટાંકી હતી, તે વેપાર ખાધ સાથે સંકળાયેલી છે. બીજીબાજુ કલમ ૧૨૨ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ જેવી અલગ પરિસ્થિતિ માટે છે.નીલ કાત્યાલે જણાવ્યું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટા સ્તર પર દુનિયાના દેશો ઉપર ટેરિફ નાંખવા હોય તો તેમણે તેના માટે અમેરિકન રીત અપનાવવી જોઈએ અને કોંગ્રેસ પાસે જવું જોઈએ. કાત્યાલ મુજબ આપણું બંધારણ પણ એમ જ કહે છે કે ટેરિફ અંગે ટ્રમ્પના વિચાર એટલા જ સારા હોય તો તેમણે કોંગ્રેસ સમક્ષ જવું જોઈએ. કોંગ્રેસને તેમની વાત માનવામાં કોઈ તકલીફ ના હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં નીલ કાત્યાલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે વેપારને વિનિયમિત કરવાની શક્તિ છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પ આ શક્તિનો મરજી મુજબ ઉપયોગ કરી શકે નહીં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here