સામાન્ય રીતે લોકોમાં માન્યતા છે કે પ્રદૂષણ ફક્ત ફેફસાંને ડેમેજ કરે છે. પ્રદૂષણની શ્વાસના દર્દીઓ અને અસ્થમના દર્દીઓને અસર થાય છે. પ્રદૂષણના કારણે શ્વસન તંત્ર પર અસર થાય છે. અને શ્વાસોચ્છવાસ ક્રિયા પર અસર થાય છે. પરંતુ સંશોધનમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા પ્રદૂષણની હાર્ટના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેમજ પુરુષો અને સ્ત્રીઓ બંનેની પ્રજનન ક્ષમતાને પણ અસર કરી રહ્યું છે. પ્રદૂષિત હવા મહિલાઓની ગર્ભાવસ્થાને પણ ગંભીર અસર કરી રહ્યું છે તે વધુ ચોંકાવનારી બાબત છે.

વાયુ પ્રદૂષણને લઈને ચોંકાવનારી માહિતી
વાયુ પ્રદૂષણમાં થતા સતત વધારાને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. પ્રદૂષિત હવા અને ગંભીર AQI ને કારણે, ગર્ભપાતની ઘટનાઓ ઝડપથી વધી રહી છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. કેટલાક કિસ્સાઓમાં તો બાળકનું મૃત્યુ ગર્ભાશયમાં જ થઈ જાય છે. ત્યારે ગર્ભવતી માતાને તેની જાણ પણ થતી નથી કે આખરે કયા કારણે ગર્ભપાત થયો. વાયુ પ્રદૂષણ અને ગર્ભાવસ્થાની જટિલતા વચ્ચે એક ખાસ સંબંધ છે. વાયુ પ્રદૂષણ માતા અને બાળકોને જોડતી ગર્ભનાળને ડેમેજ કરી ભ્રૂણ સુધી નુક્સાન પહોંચાડે છે.
પ્રદૂષણની મહિલાના હોર્મોન્સ પર ગંભીર અસર
કોઈ સ્ત્રી લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહે છે, ત્યારે તેના એન્ટિ-મુલેરિયન હોર્મોન (AMH) નું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે. એન્ટિ-મુલેરિયન હોર્મોન (AMH) એક હોર્મોન છે જે નક્કી કરે છે કે સ્ત્રીના અંડાશયમાં કેટલા ઇંડા બાકી છે. આ હોર્મોનનું સ્તર ઘટવું સૂચવે છે કે અંડાશયમાં ઓછા ઇંડા બાકી છે, જે પ્રજનન ક્ષમતા પર સીધી અસર કરે છે. PM 2.5 અને NO2 કેમ વધુ ખતરનાક છે? આ હોર્મોનના ઘટાડાનું સૌથી મોટું કારણ ગંભીર પ્રદૂષણ છે. જ્યારે વાતાવરણીય પ્રદૂષણનું સ્તર PM 2.5, PM 10 અને PM 1 સુધી વધે છે, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ (NO2) નું સ્તર ઊંચું હોય છે, ત્યારે શરીરમાં એન્ટિ-મુલેરિયન હોર્મોનનું સ્તર આપમેળે ઘટે છે.
પ્રદૂષણનું વધતું સ્તર સર્ગભા મહિલાઓ માટે ખતરો
ભારતમાં દિલ્હી સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંનો એક છે. જયારે પંજાબ અને ઉત્તરપ્રદેશ અને હવે ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ડોકટરોના મતે, હોસ્પિટલોમાં સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. આ સ્ત્રીઓને શરદી, તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ રહી છે, જેના કારણે શરદી અને ફ્લૂનો અનુભવ કરતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે ઘણી IVF સર્જરી રદ કરવી પડી છે. પ્રદૂષણનું વધતું સ્તર સર્ગભા મહિલાઓ માટે નોંધપાત્ર ખતરો છે.
વાયુ પ્રદૂષણ પર નિયંત્રણથી ઘટી શકે ગર્ભપાતનું જોખમ
પ્રદૂષણને લઈને સૌથી ખરાબ સ્થિતિ સાઉથ એશિયાની છે. કારણ કે પ્રદૂષણના કારણે સાઉથ એશિયામાં ગર્ભને નુક્સાન થવાના કેસ દુનિયામાં સૌથી વધારે છે તેવું આ સંસોધનમાં સામે આવ્યું. ઉચ્ચ સ્તરનું પ્રદૂષણ અથવા પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી સ્ત્રીઓના અંડાશયમાં ઇંડાના જથ્થા અને ગુણવત્તા બંને પર હાનિકારક અસર પડી શકે છે, જેના કારણે ઇંડા ઉત્પાદનમાં ઘટાડો થાય છે.ફક્ત ભારત નહીં પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ પ્રદૂષણ ગર્ભાવસ્થા અને ગર્ભપાતને માટે જોખમી છે. અગાઉ કરાયેલ એક સંસોધનમાં વાયુ પ્રદૂષણને કારણે વાર્ષિક 3.49 લાખ ગર્ભપાત થઈ રહ્યા છે. જો વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં આવે તો દર વર્ષે ગર્ભપાતના કેસમાં 7%નો ઘટાડો થઈ શકે છે.
