NATIONAL : ઘર નીચે દટાયેલું હતું અબજોનું સોનું, 110 વર્ષે ખોદીને કાઢ્યું, માટીના વાસણમાં મળ્યાં 409 સિક્કા

0
18
meetarticle

રશિયાના નાના શહેર ટોર્ઝોકમાં એક જૂના ઘરના પાયા નીચે દટાયેલો માટીનું વાસણ મળી આવ્યુ છે. આ વાસણની અંદરથી 409 સોનાના સિક્કા સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. એક્સપર્ટસનો અંદાજ છે કે આ ખજાનો લગભગ 110 વર્ષથી જમીનની નીચે દટાયેલો હતો. સિક્કાઓની મિન્ટિન્ગ ડેટ 1848થી 1911ની વચ્ચેની બતાવવામાં આવી રહી છે, જેનાથી સંકેત મળે છે કે ખજાનો રશિયન ક્રાંતિના સમયમાં છુપાવવામાં આવેલો હશે. આ શોધ રશિયન ઈતિહાસ અને તે સમયની આર્થિક પરિસ્થિતિઓને સમજવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

જૂના ઘરનો પાયો હટાવતી વખતે મળ્યુ માટીનું વાસણ

આ શોધ ત્યારે થઈ જ્યારે વિસ્તારમાં નવા કન્સ્ટ્રક્શન પહેલા રેસ્ક્યૂ એક્સકેવેશન કરવામાં આવી રહ્યુ હતું. ખોદકામ દરમિયાન પુરાતત્વીય ટીમે એક જૂના પથ્થરનો પાયો હટાવ્યો. પાયાની નીચે તેમને તૂટેલું માટીનું વાસણ મળી જેને કંદ્યુષ્કા કહેવામાં આવે છે. આ નાનું વાસણ હોય છે જેમાં હેન્ડલ અને સાંકડી ગરદન હોય છે. જ્યારે ટીમે વાસણના ટુકડાઓની તપાસ કરી, ત્યારે તેમને અંદર સોનાના સિક્કાઓનો મોટો સંગ્રહ મળ્યો. કુલ 409 સોનાના સિક્કા મળી આવ્યા.કોઈન એનાલિસિસ બાદ જાણવા મળ્યું કે, મોટાભાગના સિક્કા 10 રુબલ વેલ્યૂના હતા. આમાંથી કેટલાક સિક્કા ઝાર નિકોલસ પ્રથમના શાસનકાળના છે, પરંતુ મોટાભાગના સિક્કા તેમના પુત્ર ઝાર નિકોલસ દ્વિતીયના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા.

1917ની રશિયન ક્રાંતિ રશિયાના ઈતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી. તે સમયે રાજાશાહીનો અંત આવ્યો હતો અને દેશમાં ભારે ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. યુદ્ધ, આર્થિક સંકટ અને રાજકીય પરિવર્તનના કારણે લાખો લોકોની જિંદગી અચાનક બદલાઈ ગઈ હતી. ઘણા પરિવારોએ પોતાની બચતને સુરક્ષિત રાખવા માટે જમીનમાં છુપાવી દીધી હતી. પુરાતત્વવિદોનું માનવું છે કે ટોર્ઝોકમાં મળેલો આ ખજાનો પણ આ સમયગાળા દરમિયાન છુપાવવામાં આવ્યો હશે. શક્ય છે કે જે વ્યક્તિએ સિક્કા છુપાવ્યા હતા તે પછીથી તેને લેવા માટે પાછો ન આવી શક્યો હોય.

ખજાનાના માલિકની ઓળખ હજુ પણ રહસ્ય

હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ખજાનો કોનો હતો. ઈતિહાસનો રેકોર્ડ દર્શાવે છે કે તે સમયે આ વિસ્તારના રસ્તા પર લગભગ 24 ઘર હતા. જ્યાં પાદરી, દુકાનદાર, એકાઉન્ટન્ટ અને મજૂરો જેવા લોકો રહેતા હતા. પરંતુ એક સમસ્યા છે. તે સમયના ઘરોના નંબરો વર્તમાન ઘરો સાથે મેળ ખાતા નથી. તેથી હાલમાં એ જાણવું મુશ્કેલ છે કે, અસલી માલિક કોણ હતો. હવે આ સિક્કાઓ ટોર્ઝોકના ઓલ-રશિયન હિસ્ટોરિકલ એન્ડ એથનોગ્રાફિક મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. એક્સપર્ટસ તેનું આગળનું રિસર્ચ અને એનાલિસિસ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here