NATIONAL : LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી

0
14
meetarticle

 દેશભરના શહેરોની સાંકડી શેરીઓથી લઈને ફેક્ટરીઓ સુધી, ઈરાન યુદ્ધને કારણે એલપીજીની અછતની અસર લોકોના જીવન અને આજીવિકા પર સ્પષ્ટપણે દેખાય છે. આ કટોકટીએ પોતાના ગામડાં અને ઘર છોડીને શહેરોમાં ગુજરાન માટે આવેલા લોકોને પાછા ફરવા મજબૂર કર્યા છે. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે કેટલીક કંપનીઓ કામદારોને જાળવી રાખવા અથવા પાછા લાવવા માટે તમામ જાતના પ્રયાસો કરી રહી છે.

ઈરાન યુદ્ધ અગાઉ દેશભરમાં જનજીવન રાબેતા મુજબ ચાલતું હતું. ઈરાન યુદ્ધને કારણે એલપીજીની અછતથી આ રૂટીન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કાર્યસ્થળો અને ઘરો બંને સ્થળે રસોઈ બળતણની ઉપલબ્ધતા પર દબાણને કારણે, ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. જેના કારણે સ્થળાંતર શરૂ થઈ ગયું છે. આમ હાલની પરિસ્થિતિએ LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી છે.એક ટેક્સી ચાલકનું કહેવું છે કે સાદું ભોજન પણ મોંઘું થઈ ગયું છે. પહેલા જે ભોજન ૮૦ -૧૦૦ રૂપિયામાં મળતું હતું તે હવે ૧૨૦થી ૧૫૦ રૂપિયામાં મળે છે. જો ભાવ આ રીતે વધતા રહેશે, તો સ્થળાંતર સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.  યુદ્ધ અગાઉ ફૂડ ડિલિવરી બોયની દૈનિક કમાણી રૂ. ૧,૫૦૦ જેટલી હતી તે ઘટીને રૂ. ૪૫૦ થી ૫૦૦ થઈ ગઈ છે. આમ ગિગ અને કોન્ટ્રાક્ટ કામદારો ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે વ્યવસાયોને પણ વધુ પડકારોનો સામનો કરવો પડયો છે.

લોજિસ્ટિક્સ કંપનીના સુત્રોનું કહેવું છે કે કંપની તેના અપેક્ષિત કાર્યબળની તુલનામાં સ્ટાફમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો અનુભવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે, અમે હાજરી બોનસ આપવા અને ભરતી શિબિરોનું આયોજન કરવા જેવા ઘણા પગલાં લીધા છે, પણ તેનું પરિણામ મળ્યું નથી.

એલપીજી કટોકટીથી ફેક્ટરીઓની કેન્ટીનમાં પણ ભોજનની અછત સર્જાઈ છે. આ કેન્ટીન કોન્ટ્રાક્ટ કામદારો માટે મહત્વપૂર્ણ છે. આ કામદારો (જે સામાન્ય રીતે ઓછા વેતન પર કામ કરે છે) દિવસમાં ઓછામાં ઓછા બે વાર ફેક્ટરી કેન્ટીનમાં ખાય છે. કેન્ટીન સેવાઓમાં કોઈપણ વિક્ષેપ કામદારોની હાજરી અને ઉત્પાદકતા પર સીધી અસર કરી શકે છે. ગિગ વર્કર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ગિગ અર્થતંત્ર આવા આંચકાઓનો સામનો કરવા માટે સજ્જ નથી. ગિગ કામદારો માત્ર તેમની આવક ગુમાવી રહ્યા નથી પરંતુ ગંભીર મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. 

નેશનલ સ્ટ્રીટ વેન્ડર્સ એસોસિએશને જણાવ્યું હતું કે તેમને સિલિન્ડર માટે ૨૦૦ ટકા વધુ ચૂકવણી કરવી પડી રહી છે જેના કારણે અનેક શહેરોમાં નાના ઢાબા, ચાની કીટલીઓ, નાસ્તાની દુકાનો સહિત અન્ય  નાના ધંધા બંધ કરવી પડી રહ્યા છે અને આ કારીગરોમાં સ્થળાંતર શરૂ થઈ ગયું છે.

મોટા શહેરોમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ  ખોરાકની અછત રોજિંદી ચિંતા બની ગઈ છે. હાલમાં, વિદ્યાર્થીઓ પાસે ખાવા માટે કોઈ નિશ્ચિત જગ્યા નથી. વિદ્યાર્થીઓ માટે રહેવાની અને ભોજનની આખી વ્યવસ્થા પડી ભાંગી છે. આમ પીજી હાઉસ અને હોસ્ટેલ પણ દબાણ હેઠળ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here