વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત તેમણે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર પણ નિશાન સાધ્યું છે. કેરલમમાં વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે આજે (4 એપ્રિલ) તિરુવલ્લામાં એક વિશાળ જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી માત્ર મત મેળવવા માટે અને મને ગાળો આપવા માટે એક કરોડ પ્રવાસીઓની જિંદગી દાવ લગાવવા તૈયાર છે. કોંગ્રેસ ભારતને ગલ્ફ દેશોનો દુશ્મન બનાવવા માંગે છે.

કોંગ્રેસની ઈચ્છા છે કે, ખાડી દેશ ભારતને પોતાનો દુશ્મન માને : PM મોદી
તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસની ઈચ્છા ખૂબ જ ખતરનાક છે. તેઓ ઈચ્છે છે કે, પશ્ચિમ એશિયાના દેશો ભારતને દુશ્મન માની લે. તેઓનું ષડયંત્ર છે કે, અમે અહીં એવી ભૂલ કરીએ, એવું નિવેદન આપીએ, જેનાથી ખાડી દેશોમાં રહેતા આપણા ભાઈ-બહેનો પર મોટી મુસીબત આવી જાય. કોંગ્રેસ જાણીજોઈને ખાડી દેશોને નારાજ કરતા નિવેદનો આપી રહી છે. તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે દેશમાં ડરનો માહોલ ઉભો કરવા માંગે છે
.’PM મોદીનો વિરોધીઓને કડક મેસેજ
તેમણે વિરોધીઓને કડક મેસેજ આપતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ, એલડીએફ, યુડીએફને સ્પષ્ટ કહું છું કે, રાજનીતી પોતાની જગ્યા છે અને ચૂંટણીઓ આવતી-જતી રહેશે. કેરલમના જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે, તેમની સુરક્ષા મારા માટે મોટી પ્રાથમિકતા છે અને આ માટે હું સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.’‘
સબરીમાલા ધામને બદનામ કરવાનું કોંગ્રેસ-લેફ્ટનું ષડયંત્ર’
વડાપ્રધાન કેરલમમાં સબરીમલા મંદિરના વિવાદ મુદ્દે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘લેફ્ટ અને કોંગ્રેસ કેરલમની મહાન સંસ્કૃતિ અને આસ્થા મુદ્દે ભ્રષ્ટાચાર અને તૃષ્ટીકરણનો ખેલ રમીને સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ રચ્યો હતો અને હવે તેઓ માટે આ તીર્થ લૂંટનો અડ્ડો બની ગયો છે. સબરીમાલામાં જે થયું તે એક ષડયંત્ર હતું. LDF સરકારમાં સબરીમાલામાં ચોરી થઈ અને તેનું કનેક્શન કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ જ કારણે એલડીએફ સરકાર ચોરીની તપાસ સીબીઆઈને સોંપી રહી નથી.’

