Thursday, May 2, 2024
HomeગેજેટGUJARAT: બનાસકાંઠાના પાલનપુર કલેક્ટર કચેરીના બગીચામાં યુવતીની છેડતી,છેડતી કરી મોબાઈલ તોડ્યો.....

GUJARAT: બનાસકાંઠાના પાલનપુર કલેક્ટર કચેરીના બગીચામાં યુવતીની છેડતી,છેડતી કરી મોબાઈલ તોડ્યો…..

- Advertisement -

બનાસકાંઠાના પાલનપુરમાં ધોળે દિવસે વધુ એક યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. કલેક્ટર કચેરીના બગીચામાં યુવકે યુવતીની છેડતી કરી મોબાઈલ તોડ્યો હતો. ભાગવા જતા યુવકને હોમગાર્ડ સિક્યુરિટીએ પકડી લીધો હતો. યુવકે કલેક્ટર કચેરીના બગીચામાં યુવતીને પકડી તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આજે સવારે એગોલા રોડ પરની સોસાયટીમાં પણ એક મહિલાની છેડતીની ઘટના સામે આવી હતી. પાલનપુરમાં એક જ દિવસમાં બે યુવતીઓની છેડતીના બનાવ બનતા લોકોમાં રોષ ફેલાયો છે.મહત્ત્વનું છે કે, બનાસકાંઠાના પાલનપુરના એગોલા રોડ પર સોસાયટીની મહિલાની જાહેરમાં છેડતી ઘટના સામે આવી હતી. આ છેડતી પાડોશી સોસાયટીમાં રહેતા શખ્સે જ કરી હતી. લોકોએ નરાધમને ઝડપીને પોલીસને સોંપ્યો હતો, ત્યારે શહેરમાં ધોળે દિવસે છેડતીનો વધુ એક બનાવ બનતા લોકોમાં રોષ ફેલાયો છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular