Wednesday, May 1, 2024
HomeદેશINDIA:કોંગ્રેસ પછી કચ્ચાતિવુને લઈને DMK પર વડા પ્રધાન મોદીએએ કર્યા પ્રહાર

INDIA:કોંગ્રેસ પછી કચ્ચાતિવુને લઈને DMK પર વડા પ્રધાન મોદીએએ કર્યા પ્રહાર

- Advertisement -

વડા પ્રધાન મોદીએ કચ્ચાતિવુ ટાપુને લઈને DMK પર પ્રહારો કર્યા હતા. હકીકતમાં આજે અહેવાલમાં ખુલાસો થયો છે કે તમિલનાડુના તત્કાલીન CM એમ કરુણાનિધિ આ સમજૂતી વિશે જાણતા હતા અને તેના માટે સંમત થયા હતા. જેના પર પીએમ મોદીએ કહ્યું કે, તેઓએ અમારા ગરીબ માછીમારો અને માછીમાર મહિલાઓના હિતોને નુકસાન પહોંચાડ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શ્રીલંકાને ભારતના કચ્ચાતિવુ ટાપુને સોંપવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આજે પીએમએ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) પર હુમલો કર્યો હતો. પીએમએ કહ્યું કે નિવેદનો આપવા સિવાય ડીએમકેએ તમિલનાડુના હિતોની રક્ષા માટે કંઈ કર્યું નથી.પીએમ મોદીએ આ મામલે વધુમાં કહ્યું કે કચ્ચાતિવુ પર બહાર આવેલી નવી વિગતોએ DMKના બેવડા માપદંડોને સંપૂર્ણપણે ઉજાગર કરી દીધા છે. વાસ્તવમાં એક અન્ય અહેવાલ સામે આવ્યો છે જે દર્શાવે છે કે તે સમયે તમિલનાડુના સીએમ એમ કરુણાનિધિને આ સમજૂતીની જાણ હતી અને તેઓ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી સાથે શ્રીલંકાને કચ્ચાતિવુ સોંપવા માટે સંમત થયા હતા.કોંગ્રેસ અને ડીએમકે પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને ડીએમકે પરિવારનું એકમ છે. તેઓ માત્ર તેમના પોતાના પુત્ર-પુત્રીઓ આગળ વધે તેની કાળજી રાખે છે. તેઓ બીજા કોઈની પરવા કરતા નથી. કચ્ચાતિવુ ટાપુ પર તેમની અસંવેદનશીલતાએ ખાસ કરીને આપણા ગરીબ માછીમારો અને માછીમાર મહિલાઓના હિતોને નુકસાન પહોંચાડ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular