Wednesday, May 1, 2024
Homeનફ્ફટ પોલીસ : પાગલ પ્રેમીથી દિકરીને બચાવવા પિતાએ અનેક વખત અમદાવાદ પોલીસને...
Array

નફ્ફટ પોલીસ : પાગલ પ્રેમીથી દિકરીને બચાવવા પિતાએ અનેક વખત અમદાવાદ પોલીસને આજીજી કરી હતી, પોલીસે હડધૂત કરી કાઢી મુક્યાં હતાં

- Advertisement -

અમદાવાદ: સેવા સુરક્ષા અને શાંતિ અમદાવાદ શહેર પોલીસનું સુત્ર છે, પરંતુ આ સુત્રને નિરર્થક સાબિત કરતી ઘટના ગઇકાલે ચાંદલોડિયા વિસ્તારમાં બની હતી. પ્રેમ પ્રકરણમાં મિહિર ચૌધરી નામનો યુવકે સાંજના સમયે નિધી પંચાલ નામની યુવતીના ઘરમાં ઘુસી અને ફિલ્મી ઢબે રિક્ષામાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જાહેર રોડ પર યુવતીએ બુમાબુમ કરતા તેણે નિધીના ગળાના ભાગે છરીના ઘા મારી દીધા હતા. આ ગંભીર ઘટના શહેરના સોલા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનની બેદરકારીના કારણે બની હોવાનું યુવતીના પરિવારજનોએ જણાવ્યું છે. એક મહિના અગાઉ મહિલા ક્રાઇમ બ્રાંચમાં અને સોલા પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆતો છતા મિહિર સામે કોઇ કડક કાર્યવાહી ન કરવા પર આજે યુવતી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

નિધી ક્લાસિસમાં જતી હતી ત્યારથી રોડ પર મિહિર તેને હેરાન કરતો હતો
એક તરફ શહેર પોલીસ SHE ટીમ બનાવી છેડતી રોકવાની અને મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે. પરંતુ હકિકતમાં જ્યારે પોલીસ સ્ટેશનમાં જઇને આ બાબતોની ફરિયાદ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાની ફરિયાદ પોલીસ લેતી નથી. ભોગ બનનાર નિધી પંચાલના પિતા પ્રકાશ પંચાલે  મારી પુત્રી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મિત્ર સાથે ક્લાસિસમાં જાય તે દરમિયાન ચાંદલોડિયાના સોનલનગરમાં રહેતો મિહિર ચૌધરી નામનો યુવક તેને પરેશાન કરતો હતો. મિહિરે નિધીની મિત્રને ફોન નંબર આપી અને વાતચીત કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ મિહિર નિધી જ્યારે ક્લાસિસમાં જઈ રહી હતી, ત્યારે રસ્તામાંથી ઉપાડી ગયો હતો અને રામોલમાં તેના મોટા બાપાને ત્યાં તેણીને છુપાવી હતી.તે સમયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે એક રાતમાં મિહિરને શોધવા કહી અમને ઘરે જવા કહ્યું હતું.

ફરિયાદ કરવા આવેલા પિતાને બે પોલીસ સ્ટેશનમાંથી કાઢી મુકાયા
બીજા દિવસે સોલા પોલીસ સ્ટેશનમાં મારી પુત્રીને લઇને અમે ગયા હતા અને સમાજમાં આબરૂની ડરના કારણે ફરિયાદ નોંધાવી ન હતી. ત્યારબાદ નિધીએ તમામ સંબંધો કાપી નાખ્યાં હતા, જો કે આમ છતાં મિહિર તેને પરેશાન કરતો હતો. અવારનવાર મારા નંબરો પર તેમજ ઘરના નંબર પર ફોન કરી ધમકીઓ આપતો હતો. મિહિર દ્વારા હેરાન-પરેશના કરવાનું અને ધમકીઓ આપતા અમે જુલાઇ મહિનામાં સોલા પોલીસ સ્ટેશનમાં બપોરના સમયે ફરિયાદ કરવા ગયા હતા. ત્યાં હાજર પોલીસ કર્મી પી.આઇ ગઢવી સાહેબને મળવાનું કહેતા, સાહેબ આરામ ફરમાવે છે 1 કલાક રાહ જુઓ તેમ કહ્યું હતું. ત્યારબાદ અમારી કોઇ ફરિયાદ સાંભળી ન હતી અને અમને સાઇબર ક્રાઇમ બ્રાંચમાં મોકલ્યા હતા. સાઇબર ક્રાઇમ બ્રાંચમાં અમે ગયા ત્યાં અમારી પાસે કોલ રેકોર્ડિંગ માંગવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી અમને સોલા પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા.

મહિલા ક્રાઇમ બ્રાંચની પોલીસ કર્મી હિરલ ચૌધરીએ ઘર અને સિમ કાર્ડ બદલી નાખવા કહ્યું
સોલા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરતા અમને મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં મોકલ્યા હતા. મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં અમે ગયા ત્યારે હિરલ ચૌધરી નામની મહિલા પોલીસ કર્મીએ અમને ઉદ્વત જવાબ આપ્યો હતો. અમને સીમ કાર્ડ અને ઘર બદલી નાખવા માટે કહ્યું હતું. બે ત્રણ દિવસ બાદ તમને નિવેદન લેવા બોલાવીશું તેવું કહ્યું હતું. એક અઠવાડિયા સુધી અમને નિવેદન લેવા ન બોલાવતા ફરી અમે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ગયા હતા. ત્યાં જાડેજા મેડમને મળ્યાં હતા, તેઓને અમારા કેસ વિશે વાતચીત કરતા તમારો કેસ હિરલ પાસે છે અને તે રજા પર છે તેમ કહી કાઢી મુક્યાં હતા. અવારનવાર રજૂઆત બાદ પણ મિહિર સામે કોઇ પગલા લેવાયા ન હતા અને જેના કારણે આજે આવી ગંભીર ઘટના બની છે.

મોડી રાત્રે પી.આઇ ડી.એચ ગઢવીએ યુવતીના પિતાને દમ માર્યો
ગઇકાલે રાત્રે સોલા સિવિલ હોસ્પિટલમાં અમારી ફરિયાદ લેવામાં આવી હતી, મોડી રાત્રે 2 વાગે હોસ્પિટલમાં સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ ગઢવી સાહેબ ત્યાં આવ્યાં હતા અને કહ્યું હતું કે, તમે ઘરે માણસોને બોલાવો તો તમારા ઘરે માણસો આવે તેવી એકદમ બેશરમ ભાષામાં અમારી સાથે વાતચીત કરી અને ધમકી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular