Friday, May 3, 2024
Homeઅમદાવાદ : AMCની પાન પાર્લર અને ચાની કિટલી બંધ કરાવવાની જાહેરાત બાદ...
Array

અમદાવાદ : AMCની પાન પાર્લર અને ચાની કિટલી બંધ કરાવવાની જાહેરાત બાદ પણ કિટલી-ગલ્લા ધમધમતા

- Advertisement -

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી.પરંતુ આજે રવિવારે સવારે અમદાવાદમાં ફરી ચાની કિટલીઓ અને કેટલાક પાનના ગલ્લાઓ ધમધમતા થયા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે જ્યાં સામાન્ય દિવસોમાં અને દર રવિવારે ચા માટે ભીડ જામતી હોય છે એવા ઋતુરાજ ટી સ્ટોલ આજે સવારે ખુલ્લી મળી હતી. લોકો ટોળે ટોળા વળી અને ચા પીવા માટે સ્ટોલ પર ઉભા હતા. એકતરફ કોર્પોરેશન ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરાવવાની વાત કરે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં જાણીતી ટી સ્ટોલ ચાલુ જોવા મળે છે.

મ્યુનિ.એ 2 હજાર પાન પાર્લર બંધ કરાવ્યાં
શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગે શહેરના તમામ પાનના ગલ્લાં અને ચાની લારીઓને બંધ કરાવી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લારી-ગલ્લાં મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધાં છે. મ્યુનિ.એ 2 હજાર જેટલાં પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કિટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધી અમલી રાખવાનો આદેશ અપાયો છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા આજે શનિવારે સાંજથી જ શહેરના તમામ લારી ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના પાનના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી છે.

એસોસિએશનની જાહેરાત બાદ ગલ્લા ખુલ્લા હતા
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના હર્ષદરાય સોલંકીએ કહ્યું કે, શહેરમાં સૌથી વધુ લોકો પાનના ગલ્લે અને ચાની લારીએ ભેગાં થાય છે. એટલું જ નહી, પાનના ગલ્લે કે ચાની લારીએ ઉભા રહીને સિગારેટ-ચા પીતા કે મસાલો ખાતા નાગરિકો મોઢા પર માસ્ક પહેરતાં નથી અને જોડે ઉભાં રહીને વાતો કરતાં હોય છે. જેને કારણે આ બંને સ્થળો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. એક તરફ જ્યાં શુક્રવારે પાનના ગલ્લા શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં પાનના ગલ્લાં ચાલુ રાખતાં, આખરે તંત્રએ રાત્રે રસ્તા પર ઉતરીને પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા. ​​​​​​અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે. પરંતુ પાન ગલ્લાના એસોસિએશનની જાહેરાત બાદ પણ કોઈ પણ ગલ્લા બંધ ન રહેતા AMCએ કડક પગલાં લીધા હોવાની વાત છે.

ક્યાં સુધી દુકાનો બંધ રાખવી તેની કોઈ સૂચના આપવામાં આવી નથી
ક્યાં સુધી દુકાનો બંધ રાખવી તેની કોઈ સૂચના આપવામાં આવી નથી

એસોસિયેશનનો નિર્ણય ગલ્લાવાળાઓએ ના માન્યો
કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ રાજ્યના પાન-મસાલાના ગલ્લાં ધારકોએ એક મહિના સુધી દર શનિ-રવિવારે બંધ પાળવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શનિ-રવિવારે શહેરમાં એક પણ પાનના ગલ્લાંએ બંધ પાળ્યો નહોતો. એસોસિએશનના આ નિર્ણયનો ફિયાસ્કો થયો હતો. એસોસિ. પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે, હોલસેલ એસો.ના પ્રમુખને સાથે રાખીને આગામી શનિ-રવિના રોજ હોલસેલ વિક્રેતાઓને પણ સ્વયંભૂ બંધ પાળવા જણાવ્યું છે.

એસોસિયેશનના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી
કોરોના વધતા જતાં કેસને ધ્યાનમાં લઇને અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ બંધ પાળી રહ્યાં છે. ત્યારે રાજ્યના પાન-મસાલાના ગલ્લાં ધારકોએ એક માસ સુધી દર શનિ-રવિના રોજ બંધ પાળવાનો નિર્ણય લીધો છે અને આ અંગે પત્ર લખી મુખ્યમંત્રીને જાણ કરાઈ છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular