Saturday, April 27, 2024
Homeઅમદાવાદ : 2 વર્ષથી બંધ સેટેલાઇટ હોસ્પિટલને કોવિડ સેન્ટર જાહેર કરી 25...
Array

અમદાવાદ : 2 વર્ષથી બંધ સેટેલાઇટ હોસ્પિટલને કોવિડ સેન્ટર જાહેર કરી 25 બેડ ફાળવ્યાં

- Advertisement -

શહેરમાં જ્યાં એક તરફ કોરોના સારવાર કરતી હોસ્પિટલની સંખ્યા વધારવા માટે મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે ત્યારે ગુરુવારે મ્યુનિ.એ જાહેર કરેલી કોવિડ કેર હોસ્પિટલમાં સેટેલાઇટ હોસ્પિટલનું અસ્તિત્વ જ નહી હોવાનું રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત 18માંથી 12 ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓની સારવાર થતી નહીં હોવાનો સાફ ઇનકાર કર્યો હતો. જ્યારે કોવિડની સારવાર કરતી 5માંથી 3 હોસ્પિટલોનાં તમામ બેડ ભરાઈ ગયાં છે. એક હોસ્પિટલમાં ICUમાં જગ્યા નથી અને એક હોસ્પિટલમાં ગણતરીનાં બેડ ખાલી છે. સેટેલાઈટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં ભાંગરો વાટ્યો હોવાનું બહાર આવતાં આખરે તંત્રએ તેને ડી નોટિફાઇડ કરવાની તૈયારી કરી.

હોસ્પિટલની જગ્યાએ હાલ કોમર્શિયલ એકમનું કામ ચાલે છે
અમદાવાદને કોરોનાથી બચાવવા માટે મ્યુનિ.ની ટીમ કામે લાગી છે એવું બતાવવા માટે ગઇકાલે મ્યુનિ. દ્વારા ઉતાવળે 18 જેટલી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરી છે. જે હોસ્પિટલ પૈકી સેટેલાઇટ હોસ્પિટલને પણ કોરોના હોસ્પિટલની યાદીમાં જાહેર કરવામાં આવી છે અને એનાં 25 બેડ રેક્વિઝિટ કરાયાં છે. જોકે આવી કોઇ હોસ્પિટલ જ અસ્તિત્વમાં નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ હોસ્પિટલ બે વર્ષ પહેલાં જ બંધ થઇ ગઇ છે. અગાઉ આ સ્થળે 50 બેડની હોસ્પિટલ હતી. હાલ આ સ્થળે કોમર્શિયલ એકમ બંધાઇ રહ્યો છે. પુનિતાનગર પાસે આવી હોસ્પિટલ હતી, પરંતુ તેને બંધ થયે લાંબો સમય થઇ ગયો છે. જોકે તેમ છતાં તંત્ર દ્વારા તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ છે.

12 હોસ્પિટલ કોવિડની સારવાર જ નથી આપતી
શુક્રવારે કોરોના દર્દીને દાખલ કરવા માટે સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે 18માંથી 12 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે કોઈપણ પ્રકારની સારવાર અપાતી નથી, જેથી 12 હોસ્પિટલનાં 984 બેડને ગણતરીમાં જ લઈ શકાય તેમ નથી. આમ કુલ 1219માંથી 984 બેડ રદ થયાં છે, બાકી રહેલી 6 હોસ્પિટલમાંથી કોવિડની સારવાર કરતી ત્રણ હોસ્પિટલનાં તમામ બેડ ભરાઈ ગયાં છે. એક હોસ્પિટલમાં ICU વિભાગમાં કોઈ જગ્યા નથી, જ્યારે એક હોસ્પિટલનો કોઈ કોન્ટેક્ટ જ નથી. પરિણામે, 18માંથી માત્ર એક હોસ્પિટલમાં 35 બેડમાંથી ગણતરીના બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું હતું.

આ હોસ્પિટલને ડિનોટિફાઈડ કરાશે
આ હોસ્પિટલ અગાઉ અમારા ફોર્મમાં સમાવિષ્ટ હતી એને ધ્યાને લઇ 50 બેડની આ હોસ્પિટલ શહેરના કોરોના દર્દીઓને કામ લાગે એ માટે અમે તેને કોવિડ કેર હોસ્પિટલ જાહેર કરી હતી. જોકે હવે અમારા ધ્યાને આવ્યું છે કે ત્યાં કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે હવે અમે આ હોસ્પિટલને ડિનોટિફાઇ કરીશું. > ભાવિન સોલંકી, ડીવાયએચઓ, અમદાવાદ.

યાદીમાંથી 12 હોસ્પિટલનો કોવિડ સેન્ટર હોવાનો ઈનકાર

  • ઝાયડસ હોસ્પિટલ એન્ડ હેલ્થ ટેકર રિસર્ચ
  • કુસુમ ધીરજલાલ (કેડી) હોસ્પિટલ
  • સ્ટર્લિંગ હોસ્પિટલ
  • નારાયણ લિમિટેડ
  • વેપર સેવા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ
  • પારેખ્સ હોસ્પિટલ
  • શેઠ શ્રી પુખરાજ રિસર્ચ જનરલ હોસ્પિટલ
  • એવરોન હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ
  • કર્ણાવતી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ
  • દેવસ્યસુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
  • લોખંડવાલા જનરલ હોસ્પિટલ
  • કરમદીપ ઓર્થોપેડિક સ્કિન હોસ્પિટલ

આ 5 હોસ્પિટલમાં બેડ ભરાઈ ગયાં

  • એશિયન બેરિયા ટ્રિક્સ: 50 બેડમાંથી તમામ ફુલ છે.
  • સિંધુ હોસ્પિટલ: 50 બેડમાંથી ICU ફુલ છે.
  • સિદ્ધિવિનાયક હોસ્પિટલ: 50 બેડમાંથી તમામ ફુલ છે.
  • એપોલો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ: 35 બેડમાંથી ગણતરીનાં બેડ ખાલી છે.
  • ચૌધરી હોસ્પિટલ: 25 બેડ છે, તમામ ફુલ છે.

બેડથી વંચિત રહેનારા દર્દીઓનાં સગાંમાં રોષ
મ્યુનિ.એ જોયાજાણ્યા વગર જ જશ ખાટવા ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો જાહેર કરી દીધી હોવાથી કોરોનાના દર્દીઓનાં સગાંએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

આ 15 હોસ્પિટલમાં વધુ 235 બેડ ઉમેરાયાં
મ્યુનિ.એ ગુરુવારે 18 હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ જાહેર કર્યા બાદ આજે બીજી વધારે 15 હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. એ સાથે મ્યુનિ.એ 235 જેટલાં વધારે બેડ મ્યુનિ. વિસ્તારમાં ઊભાં કર્યાંનું જણાવ્યું છે.

હોસ્પિટલનું નામ બેડ
હેત મેટરનિટી 5
પ્રમુખ હોસ્પિટલ 14
પ્રેરણા ગાયનેક હોસ્પિટલ 10
શૈવા હોસ્પિટલ 35
હિના સર્જિકલ હોસ્પિટલ 10
આનંદ મલ્ટીસ્પેશિયાલિટી 14
શ્રી ગુજરાત હોસ્પિટલ 15
સ્પંદન ઇમર્જન્સી એન્ડ ક્રિટિકલ કેર 22
ક્રિશ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 24
ફેમિલી કેર હોસ્પિટલ 10
ન્યૂ તિરુપતિ હોસ્પિટલ 20
મેડિક્યોર હોસ્પિટલ 12
આયોગ સર્જિકલ હોસ્પિટલ 22
વિમલ હોસ્પિટલ 10
તિલક હોસ્પિટલ 12
કુલ 235
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular