Friday, May 17, 2024
Homeવર્લ્ડઅંગોલા: 300 વર્ષમાં સૌથી મોટો દુર્લભ 'ધ લૂલો રોઝ' ગુલાબી હીરો મળ્યો

અંગોલા: 300 વર્ષમાં સૌથી મોટો દુર્લભ ‘ધ લૂલો રોઝ’ ગુલાબી હીરો મળ્યો

- Advertisement -

અંગોલામાં ખાણિયાઓએ એક દુર્લભ શુદ્ધ ગુલાબી હીરાની શોધ કરી છે. 300 વર્ષમાં સૌથી મોટો હીરો શોધાયો હોય તેવુ માનવામાં આવી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાની સાઈટ ઓપરેટરે બુધવારે આ જાહેરાત કરી છે. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યુ કે 170 કેરેટનો ગુલાબી હીરો જેને ‘ધ લૂલો રોઝ’ કહેવામાં આવે છે. દેશના હીરા સમૃદ્ધ પૂર્વોત્તરમાં લુલો ખાણમાં શોધવામાં આવ્યા હતા અને આ અત્યાર સુધીના મળેલા સૌથી મોટા ગુલાબી હીરામાંનો એક છે.

અંગોલાના ખનિજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યુ, લૂલોમાંથી મળેલો આ શાનદાર ગુલાબી હીરો અંગોલાને વિશ્વ મંચ પર એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે પ્રદર્શિત કરે છે. આ હીરાને આંતરરાષ્ટ્રીય ટેન્ડરમાં ચમકદાર કિંમતે વેચવામાં આવશે. જોકે લૂલો રોઝના વાસ્તવિક મૂલ્યનો અહેસાસ કરાવવા માટે કટ અને પોલિશ કરવી પડશે. એક એવી પ્રક્રિયા જે એક પથ્થરને પોતાના વજનના 50 ટકા ઓછુ કરી શકે છે. આ પ્રકારના ગુલાબી હીરા રેકોર્ડતોડ કિંમતો પર વેચવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે 59.6 કેરેટ પિંક સ્ટારને 2017માં હોંગકોંગની નિલામીમાં 71.2 મિલિયન અમેરિકી ડોલરમાં વેચવામાં આવ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો હીરો વેચાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular