રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.
પૌરાણિક કથાઓ અનુસાર, રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બાલીને રક્ષાસૂત્ર બાંધીને કરી હતી.
ત્યારબાદ મહાભારતમાં પણ એવું જ બન્યું જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપેલું વચન પાળ્યું, જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણે તેને મદદ કરી.
દ્રૌપદીએ સભામાં પોતાનું માન બચાવવા માટે શ્રી કૃષ્ણને રાખડી બાંધી. ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે.
નવમી ઓગસ્ટ ના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને કેશોદની આંબાવાડી વિસ્તાર ની બજારો અત્યારથી જ રાખડીની રોનક જોવા મળી રહી છે પરંપરા, આધુનિકતા મિશ્રણ સાથેની વિદાય પ્રકારની આકર્ષક રાખડીઓ બજારમાં વહેંચાઈ રહી છે
આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ રાખડી સ્ટોર વાળા બહેનના જણાવ્યા મુજબ હાલ રાખડી વેચાણ ધમધમતું જોવા મળ્યું છે. 10 રૂપિયાથી 500 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે રાખડીમાં 10% સુધીનો ભાવ વધારો થયો છે નાના બાળકો માટે કાર્ટૂન રાખડી, યુવા ભાઈઓ માટે સ્ટાઇલિશ અને ટ્રેડિંગ રાખડી તેમજ પૂજા માટે પરંપરાગત માળા વાળી રાખડી તેમજ ડાયમંડ વાળી રાખડી, રુદ્રાક્ષ વાળી રાખડી, ભગવાનની પ્રતિકૃતિ વાળી રાખડી, બ્રેસલેટ રાખડી બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે


