Thursday, May 2, 2024
Homeગુજરાતભરૂચ SOGએ ઓપરેશન હાથ ધરી 4 ડિગ્રી વગરનાં તબીબો ઝડપાયા

ભરૂચ SOGએ ઓપરેશન હાથ ધરી 4 ડિગ્રી વગરનાં તબીબો ઝડપાયા

- Advertisement -

ભરૂચ જિલ્લામાં કોરોનાની ચોથી વેવ શરૂ થઈ જવા સાથે ફરીથી બંગાળી બાબુઓ ભાડાની દુકાનો ખોલી ડુપ્લિકેટ ડૉક્ટરની દુકાનો ધમધમવા લાગ્યા છે. આ બોગસ તબીબોનું SOGએ ઓપરેશન ખેડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી 4 ઝોલા છાપને 56 હજારની દવાઓ સાથે દબોચી લીધા છે.

કોરોનાની ત્રીજી વેવમાં ભરૂચ જિલ્લા પોલીસે ઔદ્યોગિક અને આદિવાસી વિસ્તારમાં ભાડે દુકાનો લઈ ફેક ડોકટરનો ધીકતો ધંધો કરતા બોગસ તબીબોને ઝડપી પાડવા ઉપરાછાપરી અભિયાન ચલાવ્યું હતું. જેમાં 30 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને લાખોના મેડિકલ સાધનો અને દવાઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. કોરોના સમી જતા આ ઝોલા છાપ પણ જાણે અટકી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સંભવત ચોથી લહેર શરૂ થઈ જતા ફરી બોગસ તબીબો અને તેમની જોખમી હાટડીઓ ધમધમી ઉઠી છે.

લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફરી સ્કેનિંગ શરૂ કર્યું હતું. જેમાં વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા લખીગામ અને જાગેશ્વરમાંથી 4 બંગાળી બાબુઓને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. લખીગામ ચોકડી પરથી ઉત્તમ સુશાંતા મોંડળ, શંકર સ્વપ્ન દેબનાથ અને જાગેશ્વર ખાતેથી બીશ્વજીત ત્રિનાથ બીશ્વાસ તેમજ મધુમંગલ જયદેવ બીશ્વાસની રૂપિયા 56 હજારની દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી આથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular