BOLLYWOOD : અસુર ગુરુ શુક્રાચાર્યના રોલમાં અક્ષય ખન્નાનો ખતરનાક લુક

0
5
meetarticle

બોલિવૂડ એક્ટર અક્ષય ખન્નાની આગામી ફિલ્મ ‘મહાકાલી’નું ટીઝર રિલીઝ થયું છે. પૂજા અપર્ણા કોલ્લૂરુના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અક્ષય ખન્ના ‘શુક્રાચાર્ય’ના પૌરાણિક પાત્રમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર, શુક્રાચાર્ય અસુરોના ગુરુ અને અત્યંત જ્ઞાની માનવામાં આવતા હતા.

‘મહાકાલી’ના ટીઝરમાં શું છે ખાસ?

ટીઝરની શરૂઆત એક બાળકના રડવાના અવાજથી થાય છે, ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં અક્ષય ખન્નાનો દમદાર અવાજ સંભળાય છે. શુક્રાચાર્યના રોલમાં અક્ષય ખન્ના બોલે છે કે, “સમુદ્ર મંથન વખતે દેવો અને અસુરોના સમાન પરિશ્રમ છતાં વિષ્ણુએ માત્ર દેવોને જ અમૃત આપ્યું. આ ધર્મ છે કે અધર્મ? ઇન્દ્રના સિંહાસનનો અધિકાર અમારી પાસેથી છીનવી લેવાયો, આ ધર્મ છે કે અધર્મ? સમગ્ર અસુર જાતિને પાતાળમાં ધકેલી 14 લોકના દ્વાર બંધ કરી દેવાયા. આ ધર્મ છે કે અધર્મ? માત્ર 14 દિવસમાં અસુરોનો વિજયઘોષ આપણા કાને ગુંજશે અને સદા માટે અસુરો મુક્ત થઈ જશે.” આ દમદાર ડાયલોગ બાદ અક્ષય ખન્નાનો લૂક અને શુક્રાચાર્યની શક્તિઓની ઝલક દર્શાવવામાં આવી છે.

કોણે નિભાવ્યું ‘મહાકાલી’નું પાત્ર?

ટીઝરના અંતમાં માતા મહાકાલીનું રોષપૂર્ણ સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મહાકાલીનું મુખ્ય પાત્ર અભિનેત્રી ભૂમિ શેટ્ટી ભજવી રહી છે. ભૂમિ આ પહેલાં કન્નડ ટીવી સીરિયલ ‘કિન્નરી’ અને તેલુગુ સીરિયલ ‘નિન્ને પેલાદથા’માં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે ‘બિગ બોસ કન્નડ’ની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

દર્શકોમાં ભારે ઉત્સાહ

ટીઝર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. પહેલાં લોકો માત્ર અક્ષય ખન્ના માટે ઉત્સાહિત હતા, પરંતુ ટીઝર જોયા બાદ ભૂમિ શેટ્ટીના લૂકની પણ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, “રૂવાંડા ઊભા થઈ ગયા!” તો બીજાએ લખ્યું કે, “અક્ષય ખન્નાની એક્ટિંગની કોઈ સીમા નથી.”

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

મેકર્સના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ 8 જાન્યુઆરી 2027ના રોજ થિયેટર્સમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી એમ 5 ભાષાઓમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર ગોવિંદાના પુત્ર યશવર્ધનની ડેબ્યૂ ફિલ્મ ‘હીરો કી હિરોઈન’ સાથે થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here