BOLLYWOOD : કંટારા વિવાદમા રણવીરની માફી સ્વીકારાઈ, પણ તેણે ચામુંડેશ્વરી મંદિરમાં જવું પડશે, હાઈકોર્ટનો આદેશ

0
20
meetarticle

બોલિવૂડના ‘ધુરંધર’ એક્ટર રણવીર સિંહને ‘કાંતારા મિમિક્રી વિવાદ’માં કર્ણાટક હાઈકોર્ટમાંથી રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. કોર્ટે કેસનો નિકાલ કરવાના સંકેત આપ્યા છે, પરંતુ એક શરત મૂકી છે. હાઈકોર્ટે એક્ટરને 4 અઠવાડિયામાં ચામુંડી હિલ મંદિર જઈને માફી માંગવા જણાવ્યું છે.

ફિલ્મ ફેસ્ટિવલમાં મિમિક્રી કરવી ભારે પડી હતી

રણવીર સિંહે પોતાની વિરુદ્ધ દાખલ FIR રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે તેણે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) દરમિયાન ‘કાંતારા’ના એક સીનની મિમિક્રી કરી હતી. આરોપ છે કે, આ દરમિયાન તેણે ‘ચવુન્ડા દૈવા’ પર ટિપ્પણી કરી, જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી.

રિપોર્ટ્સ અનુસાર, એક વકીલની ફરિયાદ પર FIR નોંધવામાં આવી હતી. આ પછી રણવીરે કોર્ટનો સંપર્ક કર્યો અને માફી માંગી. સુનાવણીમાં તેમના વકીલે કહ્યું કે, ‘રણવીર ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે અને મંદિરે જઈને સન્માન પ્રગટ કરવા તૈયાર છે.’

‘એક્ટરના વર્તન પર ટિપ્પણી કરાશે’

જોકે, અરજદારે દલીલ કરી કે એક્ટરની માફી સ્પષ્ટ અને નક્કર નથી. તેમણે કહ્યું કે “ડ્યુ કોર્સ” જેવા શબ્દો અસ્પષ્ટ છે, તેથી નિશ્ચિત સમયમર્યાદા હોવી જોઈએ. આના પર કોર્ટે કહ્યું કે, આદેશમાં લખવામાં આવશે કે રણવીરને ચાર અઠવાડિયામાં મંદિરે જવું પડશે.

સુનાવણીમાં જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે, એક્ટરના વર્તન પર ટિપ્પણી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં સેલિબ્રિટી આવી ઘટનાઓને હળવાશથી ન લે.’ કોર્ટે સંકેત આપ્યો કે કેસનો નિકાલ કરતી વખતે ચેતવણી નોંધવામાં આવી શકે છે.વિવાદની શરૂઆત ત્યારે થઈ, જ્યારે રણવીર સિંહે ‘કાંતારા’માં ઋષભ શેટ્ટીના પાત્રની નકલ કરતા તેને ‘ઘોસ્ટ’ કહ્યા હતા. આના પર સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ, જેના પછી મામલો કાનૂની સ્વરૂપ લઈ ગયો.

હવે સૌની નજર કોર્ટના અંતિમ નિર્ણય પર છે, જે આવનારા દિવસોમાં વિવાદનો અંત લાવી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here