બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના દુઃખદ અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતાના નિધન પર સોશિયલ મીડિયા દ્વારા સેલેબ્સ અને ચાહકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આ દરમિયાન અભિનેતા રિતેશ દેશમુખે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાના પાટેકર સાથેની યાદો વાગોળવાની સાથે પોતાની એક અધૂરી ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
રિતેશ દેશમુખની ભાવુક પોસ્ટ અને શ્રદ્ધાંજલિ
નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપતા રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે મારી પાસે શબ્દો નથી; એવું લાગી રહ્યું છે કે મારા પર વીજળી પડી ગઈ છે. નાના ચાલી ગયા… આ એક જ વાત મને શૂન્ય અને ખામોશ કરી દીધો છે. તમે અભિનયની દુનિયામાં એક વિશાળ આકાશની જેમ હતા, જેની કોઈ સીમા નહોતી.” રિતેશે જણાવ્યું કે નાના પાટેકર સ્ક્રીન પર ભલે હીરો કે વિલન જેવા પાત્રો ભજવતા હોય, પરંતુ અસલ જીવનમાં તેઓ ખૂબ જ મહાન વ્યક્તિ હતા અને પોતાની સંસ્થા દ્વારા હંમેશા માનવતાની સેવા કરતા રહ્યા હતા.

મરાઠી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રહી અધૂરી
રિતેશે ‘બલફમાસ્ટર’ (Bluffmaster) અને ‘હાઉસફુલ 5’ (Housefull 5) જેવી ફિલ્મોમાં તેમની સાથે સ્ક્રીન શેર કરવાના અનુભવને યાદ કરતા તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. સાથે જ તેમણે ભાવુક થઈને લખ્યું કે, “તમારી સાથે કોઈ મરાઠી ફિલ્મમાં કામ કરવું, આ અધૂરી ઈચ્છા મને આખી જિંદગી સતાવતી રહેશે.” તેમણે નાના પાટેકરની વાતો, પીઠ પર શાબાશીની થપકી અને સાથેની યાદોને પોતાની અસલી કમાણી ગણાવી છે.

