BOLLYWOOD : સની દેઓલ, અક્ષય ખન્નાએ ઓટીટી પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કર્યું

0
102
meetarticle

સની દેઓલ અને અક્ષય ખન્ના બંને પોતાની બીજી ઈનિંગમાં એક પછી એક ફિલ્મોમાં ધમાલ મચાવી રહ્યા છે. 

બંને કલાકારોએ હવે એક નવી એક્શન થ્રીલર માટે કોલબરેશન કર્યુું છે. જોકે, આ વખતે તેઓ મોટા પડદા પર નહિ પરંતુ ઓટીટી પર દેખાવાના છે. 

સની દેઓલ આ પ્રોજેક્ટ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે અક્ષય અને સનીએ મુંબઈમાં શૂટિંગ પણ શરુ કરી દીધું છે. 

સિદ્ધાર્થ પી. મલ્હોત્રા આ પ્રોજેક્ટનું  દિગ્દર્શન કરી રહ્યો છે. 

ફિલ્મની સ્ટોરી લાઈન કે  અન્ય કલાકારો અંગે હજુ ખાસ વિગતો બહાર આવી નથી. જોકે, ફિલ્મમાં સંજીદા શેખની પણ એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here