BOLLYWOOD : હવે ગુરૂદત્તના જીવનચરિત્ર પરથી વેબ સીરિઝ બનશે

0
3
meetarticle

મધુબાલા અને મીના કુમારી બાદ હવે એ જમાનાના વિખ્યાત ફિલ્મસર્જક ગુરૂદત્તના જીવન પરથી વેબ સીરિઝ બનાવવા માટે ચક્રો ગતિમાન થયા છે. મનિષ ગોસ્વામીના પ્રોડકશન હાઉસ સિદ્ધાંત સિનેવિઝન દ્વારા નવલકથાકાર બિમલ મિત્ર લિખિત ગુરૂદત્તના જીવનચરિત્ર ‘બિછડે સભી બારી બારી’ને રૂપેરી પડદે સાકાર કરવાના હકો મેળવવામાં આવ્યા છે.

ગુરૂદત્તે બિમલમિત્રની નવલકથા ‘સાહિબ,બીબી ઔર ગુલામ’ પરથી ફિલ્મ બનાવી એ પછી તેમની વચ્ચે સંબધો ગાઢ બન્યા હતા. બિમલ મિત્રએ ગુરૂદત્તના મુંબઇના ઘરે તથા લોનાવાલાના ફાર્મ હાઉસમાં તેમની સાથે સારો એવો સમય ગુજાર્યો હતો. એ સમયે તેમની સાથે થયેલી લાંબી વાતો પરથી આ જીવનચરિત્ર લખવામાં આવ્યું હતું.


‘બિછડે સભી બારી બારી’માં ગીતા દત્ત સાથેના ગુરૂદત્તના લગ્નજીવન અન તેમના વહીદા રહેમાન સાથેના સંબંધોની પણ વાત રજૂ કરવામાં આવી છે. હાલ આ વેબસિરિઝ માટે નિર્દેશક કે સ્ટારકાસ્ટની કોઇ જાહેરાત પ્રોડકશન હાઉસ દ્વારા કરવામાં આવી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here