Wednesday, May 1, 2024
HomeNATIONALNATIONAL: બેબી ફૂડ Cerelacનો ઉપયોગ કરતા પહેલા સાવધાન,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

NATIONAL: બેબી ફૂડ Cerelacનો ઉપયોગ કરતા પહેલા સાવધાન,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

- Advertisement -

બાળકો માટે બેબી ફૂડ પ્રોડક્ટનું બજારમાં ઘણી મળે છે. જેમાંથી એક કંપની નેસ્લે પણ છે. સેરેલેક આ નામ તો સૌ કોઇએ સાંભળ્યુ હશે. જે નાના બાળકોને ખાવા માટે આપવામાં આવે છે. નેસ્લે નામની કંપની દ્વારા બનાવવામાં આવતા બેબી ફૂડમાં કથિત રીતે ભારત, અન્ય એશિયાઇ અને આફ્રીકી દેશોમાં વેચાતા શિશુ દૂધમાં ખાંડ મિલાવતા હોવાનો ખુલાસો થયો છે.સ્વિસની એક તપાસ સંસ્થાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે નેસ્લે જ્યારે નેસ્લે બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશોમાં આ બેબી-ફૂડ પ્રોડક્ટ્સ વેચે છે ત્યારે તેમાં ખાંડ હોતી નથી. મહત્વનું છે કે નેસ્લે સ્વિટ્ઝર્લેન્ડની પ્રખ્યાત કંપની છે, જેની પ્રોડક્ટ્સ આખી દુનિયામાં વેચાય છે.

ખાનગી વેબસાઇટના અહેવાલ મુજબ આ રિપોર્ટમાં જણાવાયું છે કે નેસ્લે ઘણા દેશોમાં બેબી મિલ્ક અને સેરેલેક પ્રોડક્ટ્સમાં ખાંડ અને મધનો ઉપયોગ કરે છે. આમ કરવું એ સ્થૂળતા અને ક્રોનિક રોગોને રોકવાના હેતુથી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. નેસ્લે દ્વારા નિયમોના ઉલ્લંઘનના કિસ્સા એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં જોવા મળ્યા છે. જોકે, કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં તમામ નિયમોનું પાલન કરી રહી છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સંસ્થાએ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચાતી સ્વિસ મલ્ટિનેશનલની બેબી-ફૂડ પ્રોડક્ટ્સના સેમ્પલ બેલ્જિયમની લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં જ્યારે 2022માં વેચાણ $250 મિલિયનને વટાવી દીધુ. તમામ સેરેલેક બેબી અનાજમાં સરેરાશ 3 ગ્રામથી વધારે ખાંડ હોય છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વેચાતી તમામ 15 સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં સરેરાશ 3 ગ્રામ ખાંડ હોય છે. જ્યારે આફ્રિકાના ઈથોપિયા અને એશિયાના થાઈલેન્ડ જેવા દેશોમાં 6 ગ્રામ સુધી ખાંડ મળી આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે જ્યારે જર્મની અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં સમાન ઉત્પાદનો વેચવામાં આવે છે ત્યારે તેમાં ખાંડ હોતી નથી.એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નેસ્લે તેના ઉત્પાદનોમાં હાજર વિટામિન્સ, ખનિજો અને અન્ય પોષક તત્વો વિશે માહિતી પ્રદાન કરે છે, પરંતુ જ્યારે ખાંડ ઉમેરવાની વાત આવે છે, ત્યારે તે બિલકુલ પારદર્શક નથી. નેસ્લેએ 2022માં ભારતમાં રૂ. 20,000 કરોડથી વધુની કિંમતની સેરેલેક પ્રોડક્ટ્સ વેચી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular