AHMEDABAD : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સ્થાપક સર સોરાબજી પોચખાનાવાલાની 144મી જન્મજયંતિની ઉજવણી.

0
80
meetarticle

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સ્થાપક સર સોરાબજી પોચખાનાવાલાની 144મી જન્મજયંતિની ઉજવણીનું આજે અમદાવાદ ઝોનની વિવિધ કચેરીઓમાં આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ઝોનલ ઓફિસમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી કેટીબેન દારૂવાલા અને શ્રી નૌશાદ વાડીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બેંકના સ્થાપકના ફોટા પર પુષ્પમાળા ચઢાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. ઝોનલ વડાએ તેમના સંબોધનમાં આ પ્રસંગે તમામ સ્ટાફ મેમ્બરોને અભિનંદન પાઠવ્યા હતા અને બેંકના હિતમાં મજબૂતીથી કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બરોડા રિજિયનમાં બેંક દ્વારા અંધ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ગાંધીનગર રિજીયન માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તેવી જ રીતે ઝોનના અન્ય વિસ્તારો જામનગર, સુરત, રાજકોટમાં પણ બેંકના સ્થાપકના જન્મદિવસના કાર્યક્રમનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફ દ્વારા સોરાબજી પોચખાનાવાલા ને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે અમદાવાદ રિજિયોનલ હેડ ગૌરવ જૈન અને મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here